આજે તમને એક એવા ચૂર્ણ વિષે જણાવીશું જે ચૂર્ણનું સેવન કરવાથી તમારા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરી શકાય છે. આયુર્વેદમાં આ ચૂર્ણને સૌથી ઉત્તમ ચૂર્ણ માનવામાં આવે છે. આ ચૂર્ણને જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.
શરીરના ત્રણ દોષો જેવા કે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષો આ ચુર્ણના સેવનથી દૂર થાય છે. આ ચૂર્ણ પેટની બધી સમસ્યા દૂર કરે છે. આ ચૂર્ણનું નામ છે ત્રિફળાનું ચૂર્ણ. તો ચાલો જાણીએ આ ચૂર્ણ બનાવવાની રીત અને તેના સેવનથી ફાયદા કયા કયા ફાયદા થાય છે.
આંખોના ઘણા રોગો દૂર થાય: આ ચૂર્ણના ઉપયોગથી આંખોની સમસ્યા જેવી કે આંખોના જલન થવી, આંખોમાં મોતિયા, આંખોની રોશની ઓછી થવી વગેરેમાં ફાયદાકારક છે. આ માટે ત્રિફળા ચૂર્ણમાં 1 ચમચી ગાયનું ઘી અને મધ મેળવીને આ મિશ્રણનું સેવન કરવું. આ ચૂર્ણના સેવનથી થોડાજ દિવસોમાં જોવા મળે છે.
વજન ઘટાડે : વજન વધુ હોય તેવા લોકો માટે આ ચૂર્ણ નું સેવન કરવાથી શરીરમાં રહેલા ફેટને ઓછો કરે છે.જે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપાય માટે ત્રિફળાના ચૂર્ણને ગરમ પાણીમાં મિશ્રિત કરીને દિવસમાં 1 થી 2 વખત પી જવું. થોડાજ દિવસોમાં વજન ઘટવા લાગશે.
વાત, પિત્ત અને કફ દૂર કરે: આ ચૂર્ણનું સેવન કરવાથી શરીરના ત્રયેણ દોષો દૂર થાય છે. આ ત્રયેણ દોષોના કારણે શરીરમાં નાના મોટા ઘણા રોગો થાય છે. વાત, પિત્ત અને કફ ત્રયેણ દોષોને દૂર કરવા માટે થોડી માત્રામાં દરરોજ ત્રિફળાનું સેવન કરવું.
માથાનો દુખાવો : માથાના દુખાવાની સમસ્યામાં ત્રિફળા ચૂર્ણમાં જો હળદર અને ગળોના પાઉડરને મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો માથાનો દુખાવો દૂર થાય છે.
કબજિયાતથી છુટકારો : કબજીયાતની ઘણા બધા લોકોમાં જોવા મળે છે પરંતુ જો રાત્રે સુતા પહેલા થોડા ગરમ પાણી સાથે અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લેવામાં આવે તો પેટ એકદમ સાફ થઇ જાય છે અને જૂનામાં જૂની કબજીયાતની સમસ્યાથી છુટકારો મળે છે.
શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર કાઢે: ત્રિફળાના ચૂર્ણનું સેવન કરવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે. આ ચૂર્ણના સેવનથી લોહી શુદ્ધ થાય છે. લોહી શુદ્ધ થવાથી મુહસાની સમસ્યા નથી થતી આ સાથે શરીરને પણ રક્ષણ મળે છે.
શરીરની નબળાઈ દુર કરે : શરીરમાં નબળાઈ આવી જવી, કમજોરી આવી જવી અને શરીરમાં થાક લાગે તો ત્રિફળા ચૂર્ણનું સેવન કરી લેવું. આ ચૂર્ણનું સેવન કરવાથી શરીરમાં એનર્જી આવી જાય છે શરીમાં લાગેલો થાક દૂર થાય છે. 1 ચમચી ત્રિફળા ચૂર્ણ લઇ તેને ઘી કે મધ સાથે લેવાથી શરીરમાંથી આ બધી સમસ્યા દૂર થઇ જાય છે.
ત્રિફળાનું ચૂર્ણ બનાવવાની રીત : ત્રિફળાનું ચૂર્ણ બનાવવા માટે ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે જેમાં બહેડા, હરડે અને આમળાં નો સમાવેશ થાય છે. આ ચૂર્ણ બનાવવા માટે આ ત્રયેણ વસ્તુને સુકવી દેવી. સુકાઈ જાય એટલે તેના ઠળિયા કાઢી, બરાબર પીસીને તેના ચૂર્ણ બનાવવું.
ત્રિફળા ચૂર્ણમાં 10 ગ્રામ હરડેનું ચૂર્ણ, 20 ગ્રામ બહેડાનું ચૂર્ણ અને 40 ગ્રામ આમળાંનું ચૂર્ણ મિક્સ કરીને ત્રિફળ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણને એર ટાઈટ ડબ્બામાં ભરી તેનો ઉપયોગ 3 મહિના સુધી કરી શકો છો. હવે જાણીએ ત્રિફળા ચૂર્ણના ફાયદા વિષે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.