આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરદી ખાંસી ની દવા: હેલો દોસ્તો, આજકાલની આ ડબલ ઋતુમાં લોકો વધારે બીમાર પડે છે અને આ બીમારી માંથી છૂટકળો મેળવવા માટે તમારે આ આ ઉકાળો નિયમિત રીતે પીવામાં આવે તો આ વાયરલ બીમારીઓ દૂર થઇ જશે. આ ઉકાળો પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ને દૂર કરી ને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

તાવ, શરદી, ઉધરસ વગેરે થયું હોય તો તમે આ તુલસીનો ઉકાળો બનાવી ને પીવો તો તમને જલ્દીથી રાહત મળશે. અમે તમને આ લેખ માં તુલસીનો ઉકાળો કેવી રીતે બનાવવો અને આ ઉકાળો પીવાથી શું ફાયદાઓ થશે તેના વિષે જણાવીશું.

આ મોન્સૂન ની ઋતુમાં ઘણા લોકો બીમાર પડતા હોય છે. આ ઉપરાંત પ્રદૂષણ વાળા વાતાવરણ ના લીધે પણ ઘણા લોકો બીમાર પડતા હોય છે. ઘણાં લોકો બહારનું જંક ફૂડ વધારે ખાવા ને કારણે પણ બીમાર પડી જતા હોય છે. તેમના માટે આ ઉકાળો ઘણો ફાયદાકારક સાબિત થશે.

ઘણા લોકો ને નબળી રોગપ્રતિકારક શકિત ના કારણે વાયરલ ઇન્ફેક્શન ના શિકાર બને છે. આવી પરીસ્થિતિમાં સારો પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને ખાવા પીવામાં ખુબ જ દયાન રાખવું જોઈએ. તમે આયુર્વેદિક ઉપચાર ની મદદથી તમે તમારી રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરી શકો છો.

આની માટે તમારે તુલસી અને હળદર ને મિક્સ કરી તેનો ઉકાળો બંનવી ને પીવો જોઈએ. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય. જે તમારી ગળા માં થઇ ગયેલ કફ ની સમસ્યા પણ દૂર કરી શકે છે. તુલસીનો છોડ એ આયુર્વેદિક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટા ભાગ ના દરેક રોગો ને મટાડવા ની ક્ષમતા ધરાવે છે. હવે અમે તમને આ ઉકાળો કેવી રીતે બનાવવો તેના વિષે જણાવીએ.

ઉકાળો બનાવાની રીત: 9 થી 10 તુલસીના પાન લો, 1 ચમચી હળદર લો, 2 તજના લાકડા લો, 4 થી 5 લવિંગ લો, 2 ચમચી મધ લો

સૌ પહેલા, પેનમાં 1 ગ્લાસ પાણી લો અને તેમાં તુલસીના આ પાન નાખો, ત્યારબાદ હળદર, તજ, લવિંગ અને મધ એક કરી દો. ત્યારબાદ આ ને 30 થી 35 મિનિટ ઉકાળવા દો. એના પછી આ ઉકાળાને બીજા પેન માં ગાળી દો અને તેને ઠંડુ થવા દો.

ત્યાર બાદ આ ઉકાળો પીવામાં આવે તો શરદી, ખાંસી, ફલૂ ને ઝડપ થી દૂર કરશે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે. આ ઉકાળો દરરોજ 1 થી 2 ચમચી પીવા માં આ આવે તો ખાંસી ની સમસ્યા જડમૂળમાંથી દૂર થઇ જશે.

ઉકાળો પીવાથી થતા ફાયદા : આ ઉકાળો પીવાથી શરદી, ખાંસી, ગળા માં થતા દુઃખાવામાં આરામ આપે છે.આ ઉકાળો ડાયાબિટીસ ના દર્દી ઓ ને આપવા માં આવે તો તેમનુંસુગર લેવલ ને કંટ્રોલમાં રાખે છે. આ તુલસીનો ઉકાળો પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ને દૂર કરે છે અને આપણી ઇમ્યુનીટી સિસ્ટમ ને મજબૂત કરે છે.

જો તમને કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો આ ઉકાળાનું નિયમિત સેવન કરવામાં આવે તો આ સમસ્યા માં રાહત મળે છે અને પેટ ની લગતી દરેક સમસ્યા દૂર થાય છે. આ ઉકાળો 1 થી 2 ચમચી પીવો. આ ઉકાળો દિવસમાં 2 વાર પીવો. આ ઉકાળો પીવાથી તાવ ની સમસ્યામાં માં ઘણો ફાયદાકારક સાબિત થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *