તુલસી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછી નથી. તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. તુલસીનો ઉપયોગ ખોરાકથી લઈને દવાઓ સુધી થાય છે. તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય છે. તુલસીમાં ઝિંક, આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે વગેરે મળી આવે છે.
તુલસી એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બાયોટિક ગુણોથી ભરપૂર છે. શારીરિક બિમારીઓની સાથે વાળ અને ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવામાં તુલસી ખૂબ જ મદદગાર છે. તો આવો જાણીએ તુલસીના ફાયદા વિષે.
શરદી – ઉધરસ : તુલસીના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે. જે કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. જો તમને શરદી અને ઉધરસની સમસ્યા હોય તો તમે તુલસીની ચા પી શકો છો.
તેને બનાવવા માટે પાણીમાં 8 થી 10 તુલસીના પાન નાંખો, હવે તેને ઉકાળો. પછી તેને ગાળીને હૂંફાળું બનાવો. તમે આ ચાનું નિયમિત સેવન કરી શકો છો. તે ઉધરસમાં અસરકારક સાબિત થઈ શકે છે.
મોંની દુર્ગંધ દૂર કરવા : જો તમને શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો તેનાથી રાહત મેળવવા માટે તમે તુલસીના પાનનું સેવન કરી શકો છો. તે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમે દરરોજ 4 થી 5 તુલસીના પાન ચાવીને ખાઈ શકો છો.
ત્વચાની સમસ્યાઓ માટે ફાયદાકારક : જો તમે ત્વચાની સમસ્યાથી પરેશાન છો તો તમે તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. તે પિમ્પલ્સ અને ખંજવાળ જેવી સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે. આ માટે તુલસીના પાનની પેસ્ટ તૈયાર કરો, હવે તેને મુલતાની માટીમાં મિક્સ કરો. આ મિશ્રણને તમે ચહેરા પર લગાવી શકો છો. આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
મેમરી બૂસ્ટર : તુલસીમાં એન્ટી-ડિપ્રેસન્ટ ગુણ હોય છે, જે મગજ માટે ફાયદાકારક છે. આના નિયમિત સેવનથી યાદશક્તિ મજબૂત બને છે. યાદશક્તિ વધારવા માટે તમે રોજ ખાલી પેટ તુલસીના 5-6 પાન ચાવીને ખાઈ શકો છો અથવા તેની ચા પણ પી શકો છો.
આંખો માટે ફાયદાકારક : એક રિપોર્ટ અનુસાર તુલસીના પાનમાં કેટલાક એવા ગુણ જોવા મળે છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે. આંખોની રોશની જાળવી રાખવા અથવા સ્પષ્ટ બનાવવા માટે દરરોજ તુલસીના પાન ચાવી ચાવીને ખાઓ.