આપણી ચાલી રહેલ રોજીંદા જીવન શૈલીમાં ઘણા બઘા ફેરફાર જોવા મળતા હોય છે. તેવી સ્થિતિમાં આપણા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવું જરૂરી છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે અને આપણી ઈમ્યુનીટી મજબૂત હશે તો આપણે અનેક રોગો સામે લડી શકીશું.
અત્યારના સમયમાં વાતાવરણમાં થતા ફેરફારના કારણે ઘણા ચેપી રોગ થવાની શક્યતા વઘી જતી હોય છે. ઘણા સમયથી કોરોના ચાલી રહ્યો છે. તેના સામે આપડે ખુબ જ ગંભીરતા થી લડી પણ રહ્યા છીએ. એવામાં કોરોનાનો નવો વેરિયેન્ટ પણ આવી ગયો છે જેનું નામ ઓમીક્રોન છે.
ઓમિક્રોન અત્યારે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ખુબ જ મુશ્કેલી વઘારી શકે છે. આવી સ્થિતિમાં આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે અને દરેક વ્યક્તિએ ખુબ જ કાળજી રાખવી જોઈએ.
માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજે અમે એક ઉકાળા વિશે જણાવીશું. જેનું સેવન કરવાથી તમે રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરી શકો. અને અનેકે ચેપી રોગ સામે રક્ષણ મેળવવા માટે લાભદાયક સાબિત થશે.
આજે અમે તમને હળદર અને તુલસીના ઉકાળા વિશે જણાવીશું. તુલસી અને હળદરમાં અનેક ઓષઘીય ગુણોનો ભંડાર મળી આવે છે. જે અનેક ચેપી રોગ સામે લડવામાં સક્ષમ છે. આ પીણાંનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
ઉકાળો બનાવવાની સામગ્રી: 10 તુલસીના તાજા પાન, બે ચમચી મઘ, એક ચમચી હળદર, 3 લવિંગ, અડઘી ચમચી તજ પાવડર, અને એક ગ્લાસ પાણી.
ઉકાળો બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈને એક પેનમાં નાખીને ગરમ કરવા મૂકી દો, ત્યાર પછી તેમાં હળદર, લવિંગ અને તાજ પાવડર નાખીને ઉકાળવા દો.
10 મિનિટ ઉકાળી લીઘા પછી પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને ઉકાળાને થોડું થવા દો. ત્યાર પછી તે ઉકાળાને એક ગ્લાસ માં ગાળી લો. ત્યાર પછી તેમાં મઘ મિક્સ કરીને ઉકાળાને પી જવું.
આ ઉકાળાનું સેવન અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરવું. જેથી નબળી પડેલી રોગપ્રતિકારક શક્તિ મજબુત થાય છે. અને અનેક ચેપી રોગથી બચાવવામાં મદદ કરે છે. આ ઉકાળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.
આ ઉકાળાનું સેવન કરવાથી અનેક રોગોનું જોખમ ઓછું કરી શકાય છે. આ ઉપરાંત ડાયબિટીસ દર્દી માટે પણ આ પીણું ફાયદાકારક છે. આ પીણાંનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
આ ઉકાળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વોનો નાશ કરીને બહાર કરી દેશે. આ ઉપરાંત પેટને લગતી સમસ્યા જેવી કબજિયાત, અપચામાં રાહત આપવામાં આ પીણું ફાયદાકારક છે. આ પીણાંનું સેવન કરવાથી પેટ સાફ રાખે છે.
આ ઉકાળાનું સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાસી, ગળામાં થતી બળતરામાં આરામ આપવામાં મદદ કરે છે. આ ઉકાળનું સેવન કરવાથી શરીરમાં થાક અને કમજોરી પણ દૂર થાય છે.