આપણા રસોડામાં રહેલી બધી જ વસ્તુઓમાં ઔષધીય ગુણો રહેલા હોય છે જે કદાચ આપણામાંથી ઓછા લોકો જાણતા હશે. ઘણા ઓછા લોકો માનવા તૈયાર થાય છે કે આપણા રસોડામાં જ એવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ આપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે ઉપચાર તરીકે કરી શકીએ છીએ.
અહીંયા તમને એવી ત્રણ વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની ઘણીં બધી બીમારીઓ દૂર કરી શકો છો. આપણા રસોડામાં હાજર ઘી, હળદર અને મરી નો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કરીએ છીએ જે સ્વાદ વધારે છે.
પરંતુ જો આ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરીને ઉપયોગ કરીને લેવામાં આવે તો ખુબજ ફાયદો થાય છે. આ મિશ્રણનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે જેમ કે પાચન, પેટ ફૂલવું, હૃદય, માથાની સમસ્યા વગેરે જેવી સમસ્યા સાથે લડવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ તેના બીજા સ્વાસ્થ્ય લાભો વિષે.
શરીરના સોજાને દૂર કરે: શરીરમાં કોઈ ભાગમાં સોજો આવે છે તો મોટાભાગના લોકો આ સોજાને અવગણે છે પરંતુ તમારે તે ભૂલ ન કરવી જોઈએ. ઘણી વખત સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે ડાયાબિટીસ, લીવર, કિડનીની સમસ્યા, હાર્ટ એટેક, કેન્સર વગેરે.
ઘણી વખત હાડકાંના સ્વાસ્થ્યને લગતા રોગો જેવા કે ઘૂંટણનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો વગેરેના કારણે સોજો આવી શકે છે. તો જયારે પણ તમને સોજો આવેલો જણાય ત્યારે તમે હળદર, ઘી અને કાળા મરીના મિશ્રણનું સેવન કરીને સોજો દૂર કરી શકો છો.
માથા માટે: મગજના આરોગ્ય માટે હળદર, ઘી અને કાળા મરીના મિશ્રણ ફાયદાકારક સાબિત થાય છે. હળદરમાં કર્ક્યુમિન હાજર હોય છે. તમને જણાવીએ કે કાળા મરી અને ઘી હળદરમાં હાજર કર્ક્યુમિનનું ઝડપી શોષણ કરવામાં મદદ કરે છે. તે યાદશક્તિ, મગજનું સ્વાસ્થ્ય તથા ડિમેન્શિયા અને માનસિક વિકારોનું જોખમ ઘટાડવામાં ફાયદાકરાક છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે: રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ શરીરમાં એન્જીયોજેનેસિસને પ્રોત્સાહન આપે છે. આ એક એવી પ્રક્રિયા છે કે જે શરીરને નવી રક્ત વાહિનીઓ ઉત્પન્ન કરવાની મંજૂરી આપે છે. આ સાથે તે રક્ત પરિભ્રમણને વધારીને હૃદયના આરોગ્યને પ્રોત્સાહિત કરવામાં પણ મદદગાર છે. આથી આ ત્રણ વસ્તુના મિશ્રણનું સેવન તમારા હૃદય માટે ફાયદાકરાક છે.
પાચન માટે ફાયદાકારક: નબળી પાચન ક્રિયાને કારણે શરીરમાં ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરની ઘણી બધી સમસ્યાઓ ખરાબ પાચનશક્તિને કારણે થાય છે. આવી સ્થિતિમાં હળદર, ઘી અને કાળા મરી તમારા પાચનમાં વધારો કરવામાં મદદ કરી શકે છે.
તમને જણાવીએ કે હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને કાળા મરીમાં ડિટોક્સીફાઈંગ ગુણ હોય છે. આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે અને તમારી પેટની તંદુરસ્તી સુધારે કરે છે. આ સાથે તે પાચન શક્તિમાં પણ વધારો કરે છે.