અત્યારના સમયમાં દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર જોઈએ છે. ખાસ કરીને મહિલાઓમાં પોતાના ચહેરાને લઈને ઘણી કેર ફૂલ હોય છે. જેથી તે પોતાની ચહેરાની સુંદર બનાવવા માટે બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરતી હોય છે.
બજારમાં મળતી પ્રોડક્ટમાં કેમિકલ હોય છે. જેના કારણે ચહેરો થોડા સમય માટે સુંદર થઈ જાય છે. પરંતુ તે કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી લાંબા સમયે ત્વચાને નુકસાન કરી શકે છે. માટે આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ચહેરો એકદમ સુંદર દેખાવા લાગશે.
અમે જે ઉપાય જણાવીશું તે ઉપાય એકદમ સરળ અને અસરકારક સાબિત થશે. ઉપાય માટેની ઉપયોગી સામગ્રી: ચોખાનો લોટ, મેંદો, કોફી પાવડર, બોડી લોશન અને ગુલાબ જળ આટલી વસ્તુ ઉપાય કરવા માટે જરૂર પડશે.
પહેલો ઉપાય: સૌથી પહેલા એક વાટકીમાં એક ચમચી લોશન લઈ લો, ત્યાર પછી તેમાં એક ચમચી મેંદો, એક કપ ચોખાનો લોટ, એક ચમચી કોફી પાવડર, અને એક ચમચી ગુલાબ જળ નાખીને બરાબર મિક્સ કરીને હલાવીને પેસ્ટ તૈયાર કરી દો. ત્યાર પછી તે પેસ્ટને રાત્રે સુવાના એક કલાક પહેલા આ પેસ્ટ ચહેરા પર લગાવી દો.
આ પેસ્ટને ચહેરા લગાવીને 30 થી 45 મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દો. આ ઉપાયનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ દિવસ કરવાથી ચહેરાને સુંદર, મુલાયમ અને ચમકદાર બનાવી દેશે.
આ ઉપાયનો ઉપયોગ કરવાથી તમે ક્યારેય બ્યુટી પાર્લરમાં જવાનું નામ જ નહીં લો. આ ઉપાય ફેશિયલ કરતા પણ વઘારે અસરકારક સાબિત થશે. આ ઉપાય દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે છે.
બીજો ઉપાય: સૌથી પહેલા એક ટામેટું લઈને તેને ઘોઈ દેવું, અને તેના બે ટુકડા કરી દેવા, ત્યાં પછી એક ટુકડાનો ઉપયોગ કરવાનો રહેશે. તે ટુકડા પર મિલ્ક પાવડર અથવા મેંદાનો પાવડર નાખો. હવે તે ટુકડાને ચહેરા પર હળવા હાથે ઘશો.
આ રીતે ચહેરા પર ઘસવાથી ફેસ પરના પર્સ ખુલી જશે અને ચહેરા પર ચોટેલ બઘો કચરો દૂર થઈ જશે. ચહેરા પર લગાવીને 30 મિનિટ રહેવા દઈને સાફ પાણીથી ચહેરાને ઘોઈ દેવો. આ ઉપાયનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરવો. જેથી તમારો ચહેરો ઘીરે ઘીરે સુંદર દેખાવા લાગશે. ચહેરા પરના ડાઘ, કરચલીને પણ દૂર કરી દેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.