યુરિક એસિડમાં વધારો એ એવી જ એક સમસ્યા છે જેના માટે ખરાબ આહાર જવાબદાર છે. આહારમાં લાલ માંસ, સીફૂડ, દાળ, રાજમા, પનીર, ચોખા અને આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી યુરિક એસિડની ઝડપથી રચના થાય છે.
યુરિક એસિડ વધવાથી શરીરમાં ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે. યુરિક એસિડ એ શરીરમાં બનવાવાળું ટોક્સિન છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. આ ટોક્સિનને કિડની ફિલ્ટર કરીને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર કરે છે.
જ્યારે કિડની શરીરમાંથી યુરિક એસિડને દૂર કરી શક્તિ નથી, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના સ્વરૂપમાં એકઠા થાય છે અને સંધિવાનું કારણ બને છે. સંધિવાને કારણે સાંધામાં અસહ્ય દુખાવાની ફરિયાદ ગાઉટ છે. યુરિક એસિડ વધવાની સૌથી મોટી અસર અંગૂઠામાં જોવા મળે છે એટલે કે અંગૂઠામાં તીવ્ર દુખાવો થાય છે.
જો યુરિક એસિડને કાબૂમાં ન રાખવામાં આવે તો તેના વધારાથી શરીરમાં અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે . યુરિક એસિડ વધવાથી પેશાબમાં રોગો થાય છે. તો આવો જાણીએ યુરિક એસિડ વધવાને કારણે પેશાબના કયા રોગો થાય છે અને વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કેવો આહાર લેવો જોઈએ.
યુરિક એસિડ વધવાને કારણે પેશાબમાં બળતરા થઈ શકે છે: જ્યારે લોહીમાં યુરિક એસિડનું સ્તર વધે ત્યારે પેશાબમાં બળતરા થઈ શકે છે. જો પેશાબમાં બળતરાની સારવાર ન કરવામાં આવે તો પેશાબની નળીઓનો વિસ્તાર ઈંફેકશન થઇ શકે છે. જો પેશાબમાં બળતરા થતી હોય તો વધુમાં વધુ પાણી પીવું.
પેશાબમાં લોહી આવી શકે છે: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી તમારા શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને પાણીની ઉણપને કારણે તમારા પેશાબમાં લોહી પણ આવી શકે છે. પેશાબમાં લોહી એ સંકેત છે કે તમે કોઈ પ્રકારના સંક્રમણના શિકાર છો. જો તમને પણ પેશાબમાં આ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો તરત જ ડોક્ટરને મળો.
પેશાબનો વધુ પડતો સ્ત્રાવ: જ્યારે લોહીમાં યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે વધુ પેશાબ વિસર્જન થાય છે. વારંવાર પેશાબ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે. જ્યારે યુરિક એસિડવાળા દર્દીઓમાં પાણીની ઉણપ હોય છે, ત્યારે કિડની શરીરમાંથી કચરાને દૂર કરવામાં નિષ્ફળ જાય છે.
યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો: જો યુરિક એસિડ વધી રહ્યું હોય તો આહારમાં ફાઈબરથી ભરપૂર આખા અનાજ, સફરજન, સંતરા અને સ્ટ્રોબેરી ખાઓ. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે તમે કેટલાક ફળો અને શાકભાજીનો પણ સમાવેશ કરી શકો છો.
જામફળ, કેળા, બોર, જેકફ્રૂટ, ફુદીનો, મૂળાના પાન, સૂકી દ્રાક્ષ, દૂધ, બીટ, આમળાં, કોબીજ, લીલા ધાણા અને પાલકનો આહારમાં સમાવેશ કરો, તમારું યુરિક એસિડ નિયંત્રણમાં રહેશે. અહીંયા જણાવવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.