યુરિક એસિડ જે ખોરાકના પાચન દ્વારા ઉત્પન્ન થતો કચરો છે જેમાં પ્યુરિન હોય છે. જ્યારે આપણું શરીર પ્યુરિન તોડી નાખે છે ત્યારે યુરિક એસિડ જોવા મળે છે. યુરિક એસિડ દરેક વ્યક્તિના શરીરમાં બને છે અને કિડની તેને ફિલ્ટર કરીને સરળતાથી બહાર કાઢે છે. જ્યારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે શરીરમાં તેની માત્રા વધે છે અને તે સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થવા લાગે છે.
જ્યારે યુરિક એસિડ વધે છે ત્યારે દર્દીના શરીરમાં તેના લક્ષણો દેખાવા લાગે છે. આ લક્ષણોમાં દર્દીને સાંધામાં દુખાવો થાય છે, અંગૂઠા, પગની ઘૂંટી અને ઘૂંટણમાં પણ દુખાવાની ફરિયાદ રહે છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે આપણે વિવિધ પ્રકારની દવાઓ અને ઘરગથ્થુ ઉપચાર અજમાવીએ છીએ, જે થોડા સમય માટે રાહત આપે છે અને દવાઓ છોડ્યા પછી સમસ્યા ફરી વધી જાય છે.
જો તમે પણ યુરિક એસિડના વધારાથી પરેશાન છો, તો કેટલીક અસરકારક ઉપાયો અનુસરી શકો છો. આ ઉપાયો દ્વારા યુરિક એસિડ ખૂબ જ સરળતાથી પેશાબ દ્વારા બહાર નીકળી જશે.
ગરમ પાણી પીવોઃ જો તમે યુરિક એસિડ વધવાથી પરેશાન છો તો પાણીનો ઉપયોગ દવા તરીકે કરો. જો તમારે પાણીનો દવા તરીકે ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસ પાણી અડધુ થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને હૂંફાળું પી લો.
ગરમ પાણી વાત માટે એક ઔષધિ બની જાય છે અને યુરિક એસિડનો રામબાણ ઈલાજ કરે છે. દિવસમાં બે વાર ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલું મોનોસોડિયમ યુરેટ ગરમ પાણીથી ઓગળી જશે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે.
પોટેશિયમથી ભરપૂર આહારનું સેવન કરો: પોટેશિયમથી ભરપૂર ખોરાક શરીરમાં હાજર મોનોસોડિયમ યુરેટ સાથે પ્રતિક્રિયા કરે છે , પછી યુરિક એસિડને પેશાબ દ્વારા બહાર કાઢે છે. પોટેશિયમથી ભરપૂર આહારમાં તમે નારંગી, કેળા, મશરૂમ, પપૈયા, આમળા અને કારેલાનું સેવન કરી શકો છો. આ તમામ ખોરાક પોટેશિયમથી ભરપૂર છે. આ તમામ ખોરાક યુરિક એસિડને પેશાબ દ્વારા ખૂબ જ સરળતાથી બહાર કાઢે છે.
દૂધીના જ્યુસથી યુરિક એસિડ દૂર કરો: દૂધીનો જ્યુસ શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પોટેશિયમથી ભરપૂર દૂધીનો જ્યુસ શરીરમાંથી યુરિક એસિડને સરળતાથી બહાર કાઢવામાં અસરકારક સાબિત થાય છે. દૂધીનો જ્યુંસ શરીરને ડિટોક્સિફાય કરે છે, પાચન સુધારે છે અને કબજિયાતમાં રાહત આપે છે. શરીરને ડિટોક્સિફાય કરવા માટે કાચી દૂધીના ટુકડાનું સેવન કરો. તમારી ગોળીઓ ખાવાની આદત છૂટી જશે.
દૂધીનો જ્યુસ કેવી રીતે બનાવવો: દૂધીનો જ્યુસ ઘરેજ બનાવવા માટે આ ખાસ પદ્ધતિ અપનાવો. સૌપ્રથમ દૂધીને સારી રીતે ધોઈ લો. કાચી દૂધીનો જ્યુસ તેની છાલ સાથે બનાવવાનો છે.
સૌ પ્રથમ દૂધીને લીંબુથી મસળીને સારી રીતે સાફ કરો અને તેની ગંદકી દૂર કરવા માટે તેને પાણીથી ધોઈ લો. ત્યારબાદ તુલસીના પાંચ પાન, ફુદીનાના પાંચ પાન અને લીલા ધાણાના પાંચ પાન નાખીને તેનો રસ કાઢો.
સવારે ખાલી પેટ આ જ્યુસનું સેવન કરવાથી તમે 7-10 દિવસમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશો. જો તમે પણ દૂધીના જ્યૂસનું સેવન સવારે કરશો તો તમારા શરીરમાં રહેલો યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી જશે.