હાલના ચાલી રહેલ આધુનિક ઝડપી યુગમાં દરેક વ્યક્તિ કોઈ ના કોઈ બીમારીથી પીડાયેલ હોય છે. આપણી કેટલીક બેદરકારીના કારણે પણ બીમારીના શિકાર બની શકીએ છીએ. જેમ સમય બદલાય છે તેમ મુશ્કેલીઓ પણ વઘતી જાય છે.
પરંતુ અત્યારના સમયમાં દરેક વ્યક્તિ મોંઘવારી થી પરેશાન થઈ ગયો છે. તેવામાં જો વ્યક્તિ બીમાર પડે તો ઘણો ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આપણી રોજિંદા દિનચર્યા, આપણી અનિયમિત ખાણી પીણી અને બેઠાળુ જીવન રહેવાના કારણે બીમાર થઈ જતા હોઈએ છીએ.
હાલમાં ચાલી રહેલ ઝડપી યુગમાં 40 વર્ષની નાની ઉંમરની વ્યક્તિ પણ ઘણી ગંભીર બીમારીના શકંજામાં આવી ગયેલ હોય છે. જે વઘતી ઉંમરે તેની અસર વધુ જોવા મળતી હોય છે. તે ગંભીર બીમારીમાની એક બીમારી એટલે કે સાંઘાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે.
સાંઘાના દુખાવાની સમસ્યા મોટી ઉંમરની વ્યક્તિ કરતા નાની ઉંમરે જ વધુ જોવા મળતી હોય છે. જો નાની ઉંમરથી જ દુખાવા થવાનું શરુ થઈ જાય તો વઘતી જતી ઉંમરે ચાલવામાં, બેસવામાં, ઉભા થવામાં જેવી ઘણી સમસ્યા વઘારી શકે છે.
જો તમે નાની ઉંમરથી જ દુખાવા દૂર કરવા માટે ઈલાજ કરી લેશો તો સાંઘાના દુખાવા દૂર થઈ શેક છે. જેથી વધતી ઉંમરે દુખાવાની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. કેટલાક ઘરેલુ ઉપચારની મદદથી સાંઘાના દુખાવા માં રાહત મેળવી શકાય છે. આપણા ઘરમાં એવી કેટલીક ઔષઘી મળી આવે છે જેની મદદથી દુખાવામાં રાહત આપશે.
તુલસી: તુલસી આયુર્વેદનો ખજાનો છે. તુલસીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. શરીરના કોઈ પણ દુખાવા કે સોજા હોય તેને આસાનીથી દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. આ માટે તમારે રોજે તુલસીના 5 તાજા પાન સવારે ઉઠીને ખાલી પેટ ખાઈ જવાના છે. જો તમે રોજે તુલસીના પાન ખાઈ લેશો તો સાઘાના દુખાવા રાહત મેળવી શકાય છે.
આદું: આદું દરેક ના ઘરે સરળતાથી મળી રહે છે. સાઘાના દુખાવામાં આદું ખુબ જ ઉપયોગી સાબિત થશે. આદુંમાં એવા કેટલાક બળતરા વિરોઘી ગુણ મળી આવે છે જે શરીરના તમામ દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આદુંનો ઉપયોગ મોટાભાગે લોકો ચા માં કરતા હોય છે.
જો તમે સાઘાના દુખાવા થાય તો આદુની પેસ્ટ બનાવીને દુખાવાની જગ્યાએ લગાવી તેના ઉપર કપડું લપેટીને બાંઘી રાખવું. આમ કરવાથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત એક ગ્લાસ હૂંફાળા પાણીમાં સુકવેલા આદુના પાવડરની એક ચમચી મિક્સ કરીને પીવાથી પણ દુખાવામાં રાહત મેળવી શકાય છે.
આદુંનો રસ નીકાળીને સાઘાના દુખાવા પર લગાવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત આદુને સૂકવીને તેનો પાવડર બનાવીને તેમા થોડું પાણી મિક્સ કરીને ગરમ કરીને દુખાવા વાળી જગ્યા પર લગાવી દેવાથી દુખાવો થોડા સમયમાં મટી જાય છે.
આ સિવાય આદુનો રસ અને મઘનું સેવન કરવાથી પણ દુખાવામાં રાહત મેળવી શકાય છે. સાંઘાના દુખાવામાં આદુંનો આ રીતે ઉપયોગ કરીને દુખાવામાં રાહત મેળવી શકાય છે. કમરના દુખાવા, ઢીંચણના દુખાવામાં પણ આ રીતે આદુનો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે.
આપણા શરીરના હાડકાને મજબૂત બનાવી રાખવા માટે રોજ સવારે સૂર્યના તડકામાં ઉભા રહેવું જોઈએ. સૂર્ય પ્રકાશ માંથી વિટામિન-ડી મળી આવે છે જે આપણા શરીરના દરેક સ્નાયુઓ, મશલ્સ અને હાડકાને મજબુત બનાવી રાખે છે. જેથી શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવામાં રાહત મેળવી શકાય છે.