દરેક માતા પિતા તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ કાળજી લેતા હોય છે. ઘણા માતા પિતા તેમના બાળકની રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરાવતા હોય છે.
જો બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમના શરીરમાં અનેક વાયરલ બીમારીના શિકાર પણ બની શકે છે. માટે નાના બાળકોમાં ઈમ્યુનિટી વઘારે હોવી ખુબ જ જરૂરી છે.
આપણે બઘા જાણીએ છીએ કે આખા દેશમાં કોરીના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના ની આ ત્રીજી લહેર એટલેકે એમીક્રોન ખુબ જ ઝડપથી વઘી રહ્યો છે. એમીક્રોન હાલમાં બાળકોમાં વધુ માત્રામાં જોવા મળે છે.
માટે આવા સમયમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. માટે આજે અમે તેમને કેટલાક ઉપાય જણાવીશું જેનું સેવન કરવાથી બાળકોમાં ઈમ્યુનિટી વધે અને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકે.
આયુર્વેદિક અનુસાર તાજા જન્મેલા બાળકોને છ મહિના સુઘી માત્ર માતાનું દૂઘ જ પીવડાવું જોઈએ. નાના બાળક માટે માતાના દૂઘને અમૃત માનવામાં આવે છે. આ ઉપરાંત નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થાય છે અને વાયરલ ઈન્ફેક્શનથી દૂર રાખી શકાય છે.
જો તમારું બાળકને 9 મહિના ઉપર થઈ ગયા હોય તો તેમને યોગ્ય પ્રોટીન અને વિટામિન યુક્ત આહારનું સેવન કરાવવું જોઈએ. ઘણા લોકો તેમના બાળકને બહારના પડીકા અને બહારના ફાસ્ટ ફૂડ એવું ખવડાવતા હોય છે પરંતુ તેમને પડીકા અને ફાસ્ટફૂડ ખવડાવાની આદત ઓછી કરાવી જોઈએ.
આ ઉપરાંત બને તેમ વઘારે ઘરનું શુદ્ધ પૌષ્ટિક આહારનું સેવન કરાવવું જોઈએ. જેથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને અનેક વાયરલ બીમારી તેમના થી દૂર રહે.
એક વર્ષથી ઉપરના બાળકોને ફળોનું સેવન કરાવવું જોઈએ. કારણકે ફળોમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, વિટામિન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે બાળકોને સીઝન પ્રમાણે દરેક ફળોનું સેવન કરાવવું જોઈએ.
માતા પિતાએ બાળકોના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે તેમને લીલા શાકભાજીનું સેવન પણ કરવું જોઈએ. જેથી કાર્ય કરવાની શક્તિમાં પણ વધારો થાય અને બાળકોમાં થાક, નબળાઈ કયારેય આવે નહી. આ ઉપરાંત બાળકોનો રોગપ્રતિકારક શક્તિ વઘે અને અનેક રોગો સામે રક્ષણ મેળવી શકે.
નાના બાળકોને પલાળેલા કઠોળનું સેવન કરાવવું જોઈએ. કઠોળનું સેવન કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જરૂરી માત્રામાં વિટામિન પણ મળી રહે છે. આ ઉપરાંત બાળકોની રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે ડ્રાયફ્રુટનું સેવન કરાવવું જોઈએ.
માટે દરરોજ રાત્રે બદામ, અંજીર, અખરોટ વગેરે રાત્રે પાણીમાં પલાળીને આખી રાત રહેવા દઈને સવારે ઉઠે ત્યારે ખવડાવી દેવા. પલાળેલા ડ્રાયફ્રુટનું સેવન કરવાથી બાળકોમાં એનર્જી બની રહે છે અને ઈમ્યુની વધારે અને અનેક રોગથી રક્ષણ આપવામાં મદદ કરે છે.
દરેક બાળકને દિવસમાં એક વખત એક ગ્લાસ દૂધનું સેવન કરાવવું જોઈએ. દૂઘને શરીર માટે ખુબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ પણ મળી આવે છે. જે બાળકોની રોગપ્રતિકારક શકતીને વઘારવામાં મદદ કરે છે.
જો તમે પણ બાળકોને વાયરલ ઈન્ફેક્શનથી બચાવવા માંગો છો તો તમે પણ તમારા બાળકોની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે યોગ્ય પોષ્ટીક આહારનું સેવન કરાવવું જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.