વજન ધટાડવા માટેની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. ખોરાકમાં વધારે ચરબી યુક્ત, મેંદા વાળી વસ્તુ, ખાવાના કારણે વજનમાં વધારો થાય છે, કારણકે જયારે ચરબી યુક્ત ખોરાક ખાવામાં આવે છે ત્યારે તે ખોરાક લાંબો સમય સુધી પચતો નથી.
જેના કારણે અંદરના અંદર ચરબીનું સ્તર વધ્યા જ કરે છે જેના પરિણામે મેટાબોલિઝમ રેટ ઓછો થઈ જાય છે જે વજન વધવાનું મોટું કારણ બને છે. વજન વધવાના કારણે તેને ઓછું કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે.
વજન ઓછું કરવા માટે ઘણા લોકો જિમમાં જઈને કસરત કરતા હોય છે, આ ઉપરાંત ઉપવાસ અને ડાયટ પણ કરતા હોઈયે છે, તેમ છતાં પણ વજન ઓછું થતું નથી તો આ ટિપ્સ ને જરૂર અપનાવો વજન ઓછું કરવામાં ખુબ જ મદદ મળશે.
દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો કરો: વજન ઓછું કરવા માટે ઘણા લોકો સવારનો નાસ્તો કરતા હોતા નથી પરંતુ વજન ધટાડવું હોય તો સવારનો નાસ્તો જરૂર લેવો જોઈએ.આ માટે ઘ્યાન રાખવું કે સવારનો નાસ્તો 250 કેલરી થી વધુ ના હોવો જોઈએ. આ માટે નાસ્તામાં વેજીટેબલ સૂપ, દૂધ, કેળાં સફરજન, ખાઈ શકો છો.
ભૂખ કરતા ઓછું જમવું : ઘણા લોકોને ભૂખ લાગે ત્યારે સૌથી વધુ અને પેટ ભરીને ખાઈ લેતા હોય છે, જેના કારણે વજનમાં વધારો થઈ શકે છે. જો તમે પણ વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો જયારે પણ જમવા બેસો ત્યારે ઓછું અને ભરપેટ ના ખાવું જોઈએ.
ભોજન પછી ચાલવું: મોટા ભાગે લોકો ભોજન પછી એક જગ્યાએ બેસી જતા હોય છે અથવા પલંગમાં આડા પડી જતા હોય છે, પરંતુ વજન ઓચ્છુ કરવું હોય તો આ આદત છોડીને ભોજન પછી 25-30 મિનિટ ચાલવાનો આગ્રહ રાખવો જોઈએ. વજન ધટાડવા માટે ભોજન પછી ચાલવું ખુબ જ જરૂરી છે.
ચાવીને ખાઓ: ઘણા લોકોને એવી કેટલીક ખરાબ હોય છે તે ચાવ્યા વગર જ ફટાફટ ખાઈ લેતા હોય છે જેથી ખોરાક પચવામાં મુશ્કેલી ઉભી થાય છે આ માટે કોઈ પણ ખોરાક ખાઓ તો તેને શાંતિથી ચાવીને ખાવો જોઈએ. જે વજન ને નિયત્રંણમાં રાખવામાં મદદ કરશે.
બહારના ખોરાક ખાવાનું ટાળો: બહારના ખોરાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે આ માટે મોટાભાગના લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ તેની અસર જયારે વજન વધે છે ત્યારે જ ખબર પડે છે, આ માટે વજન વધારે હોય કે વધવા દેવું ના હોય તો બહારના ખોરાક ખાવાનું બંધ કરવું જોઈએ.
દિવસ દરમિયાન આટલા ડગલાં ચાલવા: ચાલવાથી આપણું સહરિર સ્વસ્થ અને હેલ્ધી રહે છે, જો તમે રોજે 10000 ડગલાં ચાલો છો તો જિમ ગયા વગર જ તમે વજન ઓછું કરી શકો છો. આ માટે દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે ચાલવું જોઈએ.
બપોરનું ભોજન: બપોરના ભોજન માં તમે વેજીટેબલ સૂપનો સમાવેશ કરી શકો છો, આ સાથે સલાડ, દહીં નો પણ સમાવેશ કરી શકો છો જે વજન ને ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
રાતનું ભોજન: રાત્રિનું ભોજન એવુ લેવું જોઈએ જે ખુબ જ આસાનીથી પચી જાય. આ માટે રાત્રિનું ભોજન હળવું લેવું જોઈએ. વધારે ભોજ લેવાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે માટે રાતે હળવો અને પચે તેવો ખોરાક લેવો જોઈએ.