આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

Charbi utarva ni rit : હેલો દોસ્તો, આજે અમે તમને આ આર્ટિકલમાં વધી ગયેલી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ થાય એવી ઘણી ટીપ્સ બતાવીશું.

૧-  એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો : તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઉપવાસ કરવો જોઈએ. જો તમે એક દિવસ ઉપવાસ કરી શકતા ન હોય તો અઠવાડિયામાં એક વાર પ્રવાહી પદાથો પણ લઈ શકો છો. તમે પ્રવાહી પદાથોમાં પાણી, લીંબુ પાણી , દૂધ, જ્યૂસ કે શૂપ વગેરે લઈ શકો છો .એવું હોય તો એક દિવસ તમે સલાડ અને ફળો પણ લે શકો છો.  સલાડ પણ વજન ઓછું કરવામાં મદદરૂપ થશે.

૨- યોગાસન કરવું જરૂરી છે : પેટ ને કમર ની ચરબી ઓછી કરવા માટે સવાર સવારમાં વહેલા ઊઠીને નિયમિત 30-40 મિનિટ યોગ કરવા જોઈએ. અને તેને સાથે સાથે કેટલાક આસનો સામેલ કરવા જોઈએ. જેનાથી પેટ અને કમર ની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે. સવારે વહેલા ઊઠીને સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ કરવી – ભુજંગાસન, મયૂરાસન, સર્વાંગાસન જેવા આસનો કરવા જોઈએ.

૩- ગ્રીન ટી પીવી જોઈએ : ગ્રીન ટી પીવાથી ઝડપથી વજનમાં ઘટાડો થાય છે. દૂધની ચા પીવાની બદલે નિયમિત એન્ટીઓકસિક્સીડેનથી ભરપૂર ગ્રીન ટી પીવો.

૪- આહારમાં સંતુલન રાખો : તળેલા પદાર્થો ન ખાવા જોઈએ, સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરી ને રોટલી બનાવીને ખાવાથી પણ તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશે.

૫- સવાર સાંજ ચાલવું જોઈએ : કમર અને પેટની આજુબાજુની ચરબી ને ઓછી કરવા માટે સવાર સવારમાં વહેલા ઊઠીને ચાલવા જવું જોઈએ, અને રાત્રે જમ્યા પછી પણ ચાલવા જવું જોઈએ. જેના કારણે વધારાની કેલરી ઓછી કરવામાં મદદરૂપ થશે. તેમજ પેટ અને કમરની વધારાની ચરબી ઓછી થશે.

૬- ગરમ પાણી પીવું જોઈએ : સવાર સવારમાં ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેટ ની ચરબી ઓછી કરવામાં મહ્વપૂર્ણ ભાગ ભજવે છે.

૭-કઠોળ અને દાળ : કઠોળ અને દાળ પ્રોટીન થી વધારે હોય છે તેમાં લેકેરીનું પ્રમાણ ઓછું હોય છે. આનાથી શરીર ટોન થાય છે અને વજન ઓછું થાય છે. કઠોળ માં મોટા પ્રમાણમાં પોષાક તત્ત્વો જેમ કે- બી વિટામિન કોમ્પલેક્ષ, કેલ્શિયમ અને પોટૅશિયમ હોય છે.

મિત્રો કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *