અત્યારના સમયમાં દરેક વ્યક્તિને હેલ્ધી અને ફીટ રહેવાનું વધારે પસંદ છે. તેમ છતાં ઘણીવાર ખોરાક અને પોષક તત્ત્વોના અભાવને કારણે શરીર પાતળું લાગે છે. એવા ઘણા બધા લોકો છે જે પોતાના પાતળા પણુંની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.
હકીકતમાં, ઘણા લોકોમાં આ પાતળા પણાની સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે. સ્વસ્થ અને તંદુરસ્થ આહાર આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. હકીકતમાં, તો ઘણા લોકો એવા પણ હોય છે જેમને એ પણ ખબર હોતી નથી કે તેમને શું ખાવું જોઈએ. જેથી તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે.
દુબળા પાણાનું કારણ અપૂર્તિ માહિતીનો અભાવ હોઈ શકે છે.ઘણા લોકો પાતળાપણાથી છુટકારો મેળવવા દવાઓ પણ લેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોઈ શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ આ સુપર ટિપ્સ વિશે જે દવાઓ વગર પણ દુબળાપણાથી પણ છુટકારો મેળવી શકાય છે.
1. કેળા : કેળા ને વજન વધારવા ઉપયોગી માનવામાં આવે છે. કેળાની અંદર કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરનાં ગુણધર્મો જોવા મળે છે. દરરોજ 1-2 કેળા ખાવા જોઈએ. જેથી વજન સરળતાથી વધારી શકાય છે.
2. ઘી : જો તમારે વજન ઝડપ થી વધારવું હોય તો તમારા આહારમાં ઘી નો સમાવેશ વધારે કરો. ઘણા બધા પોષક તત્વો ઘી માં મળી આવે છે. જે તમને આસાનીથી વજન વધારવામાં મદદ કરી શકે છે.
3. બટાટા : ઘણા બધા લોકો વજન વધારે હોવાથી બટાટા ખાવાનું ઓછું કરી દે છે. બટાટા નું સેવન વજન વધારવાનું કામ કરે છે. જો તમે દુબળા પણાથી પરેશાન છો અને ખુબ જ ઝડપથી વજન વધારવા માંગતા હો તો બટાટાને રોજિંદા આહારમાં લઇ શકાય છે.
4. ડ્રાય ફ્રૂટ : દરેક ડ્રાય ફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ સારું માનવામાં આવે છે. દરરોજ તેનું સેવન કરવામાં આવે તો શરીરને સ્વસ્થ રાખી શકાય છે. જો તમે વજન વધારવા માંગતા હોય તો દરરોજ તમારા ડ્રાય ફ્રૂટ સેવન કરવું જોઈએ. જેથી તમારું વજન ખુબ જ ઝડપથી વધારવામાં મદદ કરે છે.
5. ચિકન : જો તમે વેજ કરતા નોન-વેજ વધારે ખાઓ તો આહારમાં ચોક્કસપણે ચિકનનો સમાવેશ કરવો. તેમાં ખુબ જ વધારે પ્રમાણમાં ચરબી જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં પ્રોટીનનો સ્ત્રોત ખુબ જ સારો હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી વજન સરળતાથી વધારી શકાય છે.