ભારતમાં વર્ષોથી બપોરે જમ્યા પછી વરિયાળીનું સેવન કરવામાં આવે છે. આજના સમયમાં પણ લોકો જમ્યા પછી તરત જ વરિયાળી અથવા વરિયાળીમાંથી બનાવેલો મુખવાસ ખાય છે. જયારે તમે મોટી હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ છો તો તમને ત્યાં પણ વરિયાળી અને ખાંડમાંથી બનાવેલો મુખવાસ આપવામાં આવે છે.

ખરેખર, એવું માનવામાં આવે છે કે જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે. વરિયાળીમાં જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. તમને જણાવીએ કે મેડિકલ સાયન્સે પણ સાબિત કર્યું છે કે વરિયાળી ખાવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. સાથે જ વરિયાળી ખાવાથી મોંમાંથી આવતી ખરાબ દુર્ગંધ પણ દૂર થાય છે.

આ સિવાય વરિયાળી અનેક નાના – મોટા રોગોની દવા પણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વરિયાળી ખાઈને શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઘણા સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે વરિયાળીનું રોજે સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. તમને જણાવીએ કે વરિયાળીના બીજમાં ફાઈટોકેમિકલ્સના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ વરિયાળીના ખાવાના અન્ય ફાયદાઓ શું છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે : વરિયાળી ફાઈબરથી ભરપૂર હોય છે અને ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સના માટે ફાઈબરથી ભરપૂર ખોરાક લેવાથી વજન અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહી શકે છે. ફાઈબર છે જે કોલેસ્ટ્રોલને લોહીમાં ઓગળવા નથી દેતું. તેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે.

વરિયાળી ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે : જમ્યા પછી એક ચમચી વરિયાળીનું સેવન કરવાથી પેટ સબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. રોજે એક ચમચી શેકેલી વરિયાળીનું સેવન કરવાથી પેટને લગતી બીમારીઓ જેવી કે અપચો, ગેસ અને કબજિયાતથી જેવી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.

મિત્રો તમે જયારે પણ વરિયાળી ખાઓ છો ત્યારે હંમેશા તેને ચાવી ચાવીને ધીરે ધીરે ખાઓ, જેથી તેનો વધુ રસ બને અને શરીર જાય તો અનેક રોગથી બચાવી રાખવામાં મદદ મેળવી શકાય છે.

વરિયાળી આંખો માટે ફાયદાકારક છે : આંખોને સ્વસ્થ રાખવા અને આંખોની રોશની વધારવા માટે વરિયાળી સાથે સરખી માત્રામાં સાકર લઈને તેને પીસી, આ મિશ્રણને રોજે સવાર અને સાંજે પાણીની સાથે 1 ચમચી લેવાથી આંખો હેલ્ધી રહે છે.

વરિયાળી મગજ માટે ફાયદાકારક છે : વરિયાળી મગજ માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીમાં રહેલા વિટામિન ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ નથી, તો તમે વરિયાળીનું સેવન કરો. કારણકે તેના સેવનથી મગજના સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર પડે છે.

હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે : અન્ય જરૂરી પોષક તત્વો ઉપરાંત વરિયાળીમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ શરીરમાં હાજર સોડિયમને સંતુલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે હાઈ બીપીના દર્દીઓ માટે વરિયાળીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે હાઈ બીપીના દર્દી છો અને વારંવાર વધી જતા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માંગો છો તો રોજે વરિયાળીનું સેવન કરો.

લોહી શુદ્ધ કરવા : વરિયાળીનું સેવન કરવાથી મગજની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે જેનાથી યાદશક્તિ પણ વધી શકે છે. વરિયાળીનું સેવન કરવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને લોહી શુદ્ધ રહે છે. આ ઉપરાંત જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. જેથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.

વરિયાળી વજન ઘટાડે અને જુવાન રાખે : જો તમે વજન ઘટાડવા અને જુવાન રહેવા માંગતા હોય તો 1 ચમચી વરિયાળી પાઉડરને રાતે 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવો. આનાથી તમારું વજન ઘટશે, ઉપરાંત તમારી યુવાની મોટી ઉંમર સુધી ટકી રહે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *