વરિયાળી એક એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે. મોટે ભાગે લોકો વરિયાળી નો ઉપયોગ મુખવાસ માટે કરતા હોય છે પરંતુ તેમને નથી ખબર ક્યાં મુખવાસ માં ખવાતી વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને ફોસ્ફરસ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે.
આ ઉપરાંત વરિયાળીમાં વિટામિન જેવા કે વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન સી સાથે વિટામિન બી સમૂહના વિટામિન પણ રહેલા હોય છે. તો જાણો આજે આ ચમત્કારી વરિયાળીના અદભુત ફાયદાઓ વિષે.
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ: વરીયાળી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ સહાયક છે . વરિયાળીના ૧૦૦ ગ્રામ ધાણામાં થી ૩૯.૮ ફાઈબર પ્રાપ્ત થાય છે. કોલેસ્ટ્રોલ એટલે કે નુકસાનકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
લોહીને સાફ કરવા: વરિયાળી બ્લડ પ્યુરીફાયર એટલે કે રક્તશોધક તરીકે કામ કરે છે. માટે વરિયાળી ખૂબ લાભકારી છે સાથે સાથે લીવર અને કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ચરબી દૂર દૂર કરે: એક વાસણ માં વરિયાળીના દાણા ને આખી રાત પાણીમાં પલાળી રાખો. આખી રાત પાણીમાં પલાળી રાખવાથી વરિયાળીના બધા જ ગુણ આ પાણીમાં આવી જાશે. આ વરીયાળી નું પાણી ભૂખ્યા પેટે પીવાથી શરીર માં ભેગી થયેલી વધારાની જમા થયેલી ચરબી દૂર થઇ જાય છે અને સાથે સાથે પેટ માં પણ ઠંડક રહે છે.
અનિદ્રાની સમસ્યા દૂર કરે: વરીયાળી અનિંદ્રાના રોગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વરીયાળી વાળી ચા પીવાથી એટલે કે દૂધમાં વરિયાળી ઉકાળીને તેમાં મધ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે.
અપચો દૂર કરે: જો તમને અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને પાણી ઉકાળી, દિવસમાં બે કે ત્રણવાર પીવું. આમ કરવાથી તમારો અપચો દુર થશે. માંદા માણસ માટે: વરીયાળીની પોટલી બાંધી પાણી માં મૂકી રાખી. ત્યારબાદ તે પાણી માંદા માણસ ને પીવડાવો. આ પાણી પીવડાવવાથી માંદુ માસન સાજુથઇ જાય છે
ખાસી ભગાડવા: જો તમે ઘણા દિવસો સુધી ઉધરસ થી પીડાતા હોવ તો બે કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળો અને તેનો મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને દિવસમાં બે-ત્રણ વખત પીવો. તેનાથી ઉધરસ છુમંતર થઇ જશે.
મગજ ફ્રેશ રાખે: એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર વરિયાળીની ચા તમને તળાવ મુક્ત રહેવામાં મદદ કરશે અને તમારા હૃદયનો પણ ખ્યાલ રાખશે. વરીયાળીની ચા તમને સતત તાજગીનો અનુભવ કરાવે છે.
વજન ઘટાડવા: શરીરમાં ફાલતુ ચરબીને ઓછી કરવા માટે વરિયાળી ખૂબ જ કારગર છે. તે બોડીમાં મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. વરિયાળી સાથે કાળા મરીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે.
શરીરને ઠંડક આપવા: વરિયાળી ની તાસીર ઠંડી હોય છે એટલે કે તમે વરિયાળી નો ઉપયોગ ઠંડાઈ બનાવવા અથવા વરીયાળી શરબત બનાવવા કરી શકો છો. ઉનાળામાં કે પછી ગરમ પ્રકૃતિના લોકો માટે આ ઠંડાઈ ખૂબ જ લાભદાયક પુરવાર થાય છે.
યાદશક્તિ અને આંખની રોશની માટે: વરીયાળી સાકર અને બદામને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને વાટી ને, રોજ રાત્રે આ મિશ્રણને જમ્યા પછી એક ચમચી દૂધ સાથે સેવન કરવાથી આંખોની રોશની ખૂબ જ વધે છે સાથે સાથે યાદશક્તિ વધે છે.
અપચા અને ઓડકાળ માટે: જો તમને અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાખીને ઉકાળી દિવસમાં બે થી ત્રણ વખત પીવો. આ કરવાથી અપચો દૂર થશે અને વજન પણ ઘટશે.
મોઢાની દુર્ગંધ દૂર કરે: વરિયાળીનું સેવન કરવાથી મોઢાની દુર્ગંધ થી છુટકારો મળે છે. વરિયાળી ચાવવાથી મોઢા માંથી સારી સુગંધ આવવા માંડે છે.
ત્વચા માટે: જો તમે સવાર-સાંજ વરિયાળી ચાવીને ખાઓ તો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. આ રીતે વરિયાળી ખાવાથી તમારી ત્વચાની ચમક વધી જાય છે અને રંગ નિખરે છે.
અહીંયા જણાવેલ ઉપાયો દેશી છે જેથી તેનું રીસલ્ટ તમને લાંબા સમય પછી પણ મળી શકે છે. પરંતુ થોડા દિવસ ઉપાય કરવાથી તમને તેની અસર જોવા મળશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો