ભારતમાં સદીઓથી જમ્યા પછી વરિયાળીનું સેવન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ લોકો જમ્યા પછી ઘરે આવનાર મહેમાનોને વરિયાળી અથવા વરિયાળીમાંથી બનાવેલો મુખવાસ આપે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં વરિયાળી અને ખાંડમાંથી બનાવેલો મુખવાસ આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જમ્યા પછી વરિયાળી ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે. વરિયાળીમાં આવશ્યક પોષક તત્વો મળી આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. મેડિકલ સાયન્સે પણ સાબિત કર્યું છે કે વરિયાળી ખાવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. સાથે જ તેનાથી મોઢાની દુર્ગંધથી પણ છુટકારો મળે છે.
આ સિવાય વરિયાળી અનેક મોટા રોગોની દવા પણ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વરિયાળીનું સેવન શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઘણા સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે વરિયાળીનું નિયમિત સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. વરિયાળીના બીજમાં ફાઈટોકેમિકલ્સના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો આવો, ચાલો જાણીએ વરિયાળીના અન્ય ફાયદાઓ વિશે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે : વરિયાળીમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સનું પણ કહેવું છે કે ફાઈબરથી ભરપૂર ખોરાક લેવાથી વજન અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહી શકે છે. ફાઈબર કોલેસ્ટ્રોલને લોહીમાં ઓગળવા દેતું નથી. તેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે.
પેટની સમસ્યાઓ દૂર થાય : વરિયાળીનું સેવન કરવાથી પેટમાં થતી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. દરરોજ શેકેલી વરિયાળીનું સેવન કરવાથી પેટને લગતી બીમારીઓ જેવી કે અપચો, ગેસ, કબજિયાતથી જેવી બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.
જયારે પણ તમે વરિયાળી ખાઓ ત્યારે હંમેશા સારી રીતે ચાવી ચાવીને જ ખાવી જોઈએ. જેથી તેનો વધુ રસ બને અને શરીર જાય તો અનેક રોગથી બચાવી રાખવામાં મદદ મેળવી શકાય છે.
આંખો માટે ફાયદાકારક : આંખોને સ્વસ્થ રાખવા અને આંખોની રોશની વધારવા માટે વરિયાળી અને સાકર સમાન માત્રામાં લઈ પીસી લો. આ મિશ્રણને સવાર અને સાંજે પાણીની સાથે 1 ચમચી લો. તેનાથી આંખો હેલ્ધી રહે છે.
મગજ માટે ફાયદાકારક : વરિયાળી મગજ માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે. જો તમે માનસિક રીતે સ્વસ્થ નથી, તો તમે વરિયાળીનું સેવન કરી શકો છો. તેના સેવનથી મગજના સ્વાસ્થ્ય પર સાનુકૂળ અસર પડે છે.
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે : અન્ય જરૂરી પોષક તત્વો ઉપરાંત વરિયાળીમાં પોટેશિયમ પણ જોવા મળે છે. પોટેશિયમ શરીરમાં હાજર સોડિયમને સંતુલિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ માટે હાઈ બીપીના દર્દીઓ માટે વરિયાળીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે હાઈ બીપીના દર્દી છો અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માંગો છો તો રોજ વરિયાળીનું સેવન કરો.
લોહી શુદ્ધ કરવા : વરિયાળીનું સેવન કરવાથી મગજની કાર્ય ક્ષમતામાં વઘારો થાય છે. વરિયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ રહે છે. આ ઉપરાંત ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. જેથી આપણું હૃદય સ્વસ્થ રહે છે.
વજન ઘટાડવા અને જુવાન રાખવા : એક ચમચી વરિયાળી પાઉડરને રાતે 1 ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પીવાથી આંખો હેલ્ધી રહે છે અને વજન ઘટે છે. આ ઉપરાંત તમારી યુવાની મોટી ઉંમર સુધી ટકી રહે છે.