જો તમે પણ ગૃહિણી છો તો આજની માહિતી તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે પણ વાસી લોટની રોટલી બનાવો છો તો તમારે આ માહિતી જરૂર જાણવી જરૂરી છે. આ માહિતી જાણવાથી તમે તમારા ઘરના સભ્યોને ઘણી રીતે ફાયદો કરાવી શકો છો.
જો તમે પણ વાસી લોટની રોટલી બનાવો છો અને ખાઓ છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણકે વાસી લોટની રોટલી ખાવાથી તમને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકો સમયના અભાવે, કામમાં વ્યસ્ત હોવાને લીધે એકવારમાં જ વધારે લોટ બાંધીને રાખી લે છે.
જો તમે પણ એવું કરો છો તો આજથી આવું ન કરો. કારણકે વાસી લોટની રોટલી ખાવાથી તમારી હેલ્થને ઘણું નુકશાન થઇ શકે. તો ચાલો જાણીએ વાસી લોટની રોટલી ખાવાથી કાયા નુકશાન થઇ શકે છે.
પેટની સમસ્યાઓમાં વધારો થાય: ઘણા ઓછા લોકો જાણતા હશે કે લોટ બાંધ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ શરૂ થઈ જાય છે જેનાથી લોટમાં બેક્ટેરિયા બનવાનું શરૂ થાય છે. આથી જો તમે એકસાથે લોટ બાંધીને તેને ફ્રીઝમાં રાખો છો અને પછી તેની રોટલી બનાવો છો તો તેનાથી તેનું પેટ ખરાબ થઈ શકે છે.
આ માટે કોશિશ કરો કે ફ્રીઝમાં રાખેલો લોટ ન વાપરો તે યોગ્ય છે. ઈમ્યુનિટી નબળી બની શકે છે: ઈમ્યુનિટી સારી હોવી એ ખુબજ જરૂરી છે જે બધા લોકોએ કોરોનાની પરિસ્થિતિમાં જોયું છે. તમે જાણતા હશો કે ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે સારું ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.
પરંતુ જો તમે વાસી લોટની રોટલી ખાઓ છો તો તમે ભૂલ કરી રહ્યા છો તો આ આદતમાં સુધારો કરવાની જરૂર છે. કેમકે તેનાથી તમારી ઈમ્યુનિટી મજબૂત નહીં પણ નબળી બને છે.
કબજિયાતની સમસ્યા વધે છે: જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો જો વાસી લોટની રોટલી ખાય તો તેઓ કબજિયાતની તકલીફનો શિકાર બની શકે છે અથવા તો કબજીયાતની સમસ્યા થઇ શકે છે. આથી જો તમારાથી શક્ય હોય તો આજથી જ વાસી લોટની એટલે કે બાંધીને રાખેલા લોટની રોટલીનો ઉપયોગ કરવાનું ટાળો અને તાજો લોટ બાંધીને રોટલી બનાવી ખાવાનું રાખો.