આ આર્ટિકલમાં તમને દૂધ વિષે જણાવીશું. અહીંયા તમને ત્રણ વસ્તુ વિષે જણાવીશું જે ત્રણ વસ્તુ તમે ત્રિદોષને આધારે એટલે કે કફદોષ હોય, પિત્તદોષ હોય કે વાયુ દોષ હોય આધારે ઉમેરી દેશો તો તમારો ત્રિદોષ શાંત થઇ જશે અને તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ નહીં થાય અને વિટામિન બી 12 ની ઉણપ પણ થશે નહીં.

દૂધ ને આપણી પૃથ્વી પરનું અમૃત કહેવાય છે. દૂધ વગર ભોજન અધૂરું અને દૂધમાં પોષક તત્વો હોવાથી તેને પોષક તત્વોનું ઘર પણ કહી શકાય છે. દૂધમાંથી કેલ્શિયમ અને વિટામીન બી12 સાથે સાથે અનેક જરૂરી પોષક તત્વો સરળતાથી મળી રહે છે આથી વધતી ઉંમરે પગ, ગોઠણ ના દુખાવા ન થવા દેવા હોય, કેલ્શિયમની ઉણપ ન થવા દેવી હોય તો દૂધનું સેવન કરવાનું શરૂ કરી દેજો.

આજનો યુવાન દૂધ પીવાથી દૂર થયો જાય છે, પણ આ તેની સૌથી મોટી ભૂલ છે. હવે આપણે પ્લેન દૂધ પીવા કરતાં દૂધને રોગ આધારિત પીવાનું છે. દુધમ અમુક વસ્તુ ઉમેરવાથી તમારૂ દૂધ દવા સ્વરૂપે કામ કરશે અને તમારા રોગો પણ મટશે. આપણા બધા જ રોગોનું મૂળ મિત્રો વાયુ, પિત અને કફ.

1) હવે જાણીએ જો તમને પિત્ત દોષ હોય તો તમારે દૂધમાં શું ઉમેરવાનું છે. જ્યારે તમને પિત્તદોષ વધારે હોય, અમ્લપિત્ત, એસીડીટી હોય ત્યારે તમારે પ્લેન દૂધ પીવા કરતાં દૂધમાં સાકર ઉમેરીને દૂધ પીશો તો તમારું પીત્ત માત્ર 7 દિવસમાં જ શાંત થઇ જશે. જયારે દૂધમાં ખાંડ ઉમેરશો ત્યારે તે કફ કરે છે અને જયારે સાકર ઉમેરશો ત્યારે તે પિત્તને મટાડે છે.

ખાંડનો ઉપયોગ સાકર ના ઉપયોગ કરતા ઓછો કરવો કારણે કે વધુ ખાંડ શરીરમાં નુકશાન કરે છે. આ ઉપરાંત તમે તળેલું, તીખું અને બહારનું ખાવાનું બંધ કરશો એટલે ચોક્કસ તમારું પીત્તદોષ શાંત થઈ જશે.

2) વાયુ દોષ હોય ત્યારે દૂધમાં કઈ વસ્તુ નાખી દૂધ પીવું: જ્યારે તમને વાયુ દોષ હોય ત્યારે પ્લેન દૂધ પીવાથી અમુક લોકોની શરીરની તાસીર પ્રમાણે વાયુ ગેસ વધે છે પરંતુ દૂધ ઉમેરી ચપટી સુંઠ ઉમેરી દેશો તો તમને વાયુ છે તે અપાન છૂટી જશે અને વાયુ તમારો શાંત થઇ જશે.

આ માટે સૌથી પહેલા તમારે દૂધને ગરમ કરવાનું છે. તેમાં સુંઠને ઉમેરી દૂધ ગરમ કરી આ સૂંઠવાળું દૂધ પીશો તો તમારો વાયુ શાંત થઇ જશે. આ ઉપરાંત જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય, જમ્યા પછી ટોયલેટ જવું પડતું હોય, પેટ ભારે ભારે લાગતું હોય તો સૂંઠવાળું દૂધ પીશો તો બધી સમસ્યાઓ દૂર થઇ જશે. સૂંઠમાં વાયુદોષને મટાડવાની સાથે સાથે કફદોષને મટાડવાના પણ રહેલા છે.

3) જયારે તમને કફદોષ હોય ત્યારે દૂધમાં કઈ વસ્તુ ઉમેરી દૂધ પીવું જોઈએ : જયારે બે ઋતુ નું મિલન થાય ત્યારે કફનું પ્રમાણ વધે છે, કોઈ પણ ઠંડા વાતાવરણમાં તમે ફરવા ગયા હોય અથવા ફ્રીજનું કંઈક ખવાઈ ગયું હોય તો પણ કફદોષ વધે છે.

તો આવી કન્ડિશનમાં કાચું દૂધ પીવાથી અમુક લોકોને કફ વધી શકે છે, પરંતુ દૂધમાં હળદર નાખી, હળદર વારુ દૂધ પીશો તો કફ દોષ શાંત થઇ જશે, એલર્જી, શરદી, ઉધરસ, કફ બંધ થઈ જશે. આ સાથે સાથે હળદરમાં એન્ટી-ઇનફ્લામેટરી, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ અને કેન્સરને નાશ કરતા તત્વો હોય છે તો બને એટલો હળદરનો પ્રયોગ કરવો જોઇએ.

જો તમે હળદર વાળું દૂધ પીશો તો કોલેસ્ટ્રોલના મુદ્દા ક્યારેય ઉભા થશે નહીં. હાથપગના દુખાવા, ઘોઠણના દુખાવા થશે જ નહીં. આમ તો આપણે દૂધ પીતા જ હોઈએ છીએ પરંતુ દૂધમાં આ ત્રણ વસ્તુ ઉમેરીને પીશો તો દૂધ આપણા શરીર માટે ઉપયોગી થઇ જશે અને તમને ક્યારેય કેલ્શિયમ નહીં ઘટે, વિટામીન બીટવેલ નહીં ઘટે.

જો તમે દૂધમાં આ 3 વસ્તુ ઉમેરી આ પ્રયોગ 7 દિવસ કરશો તો તમારો વાત, પિત્ત અને કફ શાંત થઇ જશે. આ એકદમ દેશી ઉપાય છે જે દરેક લોકો કરી શકે છે. તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જણાવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *