આજના સમયમાં દરેક વ્યક્તિના શરીરમાં નાની મોટી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ થવા પાછળનું મૂળ કારણ આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી છે. પરંતુ ઘણી એવી સમસ્યાઓ છે જે આપણાથી થયેલી નાનામાં નાની ભૂલના કારણે મોટું સ્વરૂપ લઇ લે છે.

આ નાની લાગતી સમસ્યા પાછળથી મોટું સ્વરૂપ લઇ લે છે અને આપણે ઘણા હેરાન થઇ જઈએ છીએ. ઘણી એવી સમસ્યાઓ હોય છે, કે જે સમસ્યામાં દવાઓ પણ કામ આવતી નથી. તો આજે આપણે એક એવી જ સમસ્યા નસ ચઢવી વિષે વાત કરીશું.

શરીરમાં નસની સમસ્યા ઘણી બધી જગ્યાએ થાય છે. નસમાં નસ ચઢવી, ઘણી વાર લાગે કે નસ માં નસ ફસાઈ ગઈ છે, કમરમાં નસ લાગી જવી, ગળદન માં નસ ચઢી જવી અને ઘણા લોકોમાં તો રાત્રે સુતા વખતે પગની નસ ચઢી જતી હોય છે, પિંડલીઓમાં દુખાવો થવા લાગે છે.

અહીંયા તમને નસોની કોઈપણ પ્રકારની તમને પ્રોબ્લેમ થાય ત્યારે તમે તરત આ ઉપાય કરશો તો તમને તરત જ સારું રીઝલ્ટ મળશે. અમુક લોકો ,જ્યારે એક્સરસાઇઝ કરે છે, જિમમાં એક્સરસાઇઝ કરે છે ત્યારે તેમની નસ ચઢી જતી હોય છે, અમુક લોકોને પેટમાં નસ ચઢી જતી હોય છે અને અનુભવ કરતા હોય છે કે જાણે પેટમાં નસ ફસાઈ ગઈ છે.

તો ચાલો જાણીએ નસ ચઢી જવાની સમસ્યાથી કેવી રીતે છુટકાળો મેળવી શકીએ છીએ. આ ઉપાય એકદમ નાનો છે જેમાં તમારે સૌથી પહેલા એક વાસણમાં તમારે 3 4 થી ચમચી તલનુ તેલ લેવાનું છે અને સાથે તેમાં એક ચમચી કપૂરનો પાઉડર લેવાનો છે.

બંને ને સારી રીતે મિક્સ કરી ગેસ પર હલકું ગરમ કરી દેવાનું છે. ત્યારબાદ તેને નીચે ઉતારી ઉપયોગમાં લેવાનું છે. જયારે પણ તમને ગલદનમાં નસ ચઢી જાય કે કોઈ કામ કરતા ઉભા થતા નસ ચઢી જાય છે, સખત ઉખાવો થાય છે તે જગ્યા પર 5 થી 7 મિનિટ માલીસ કરવાની છે.

જો તમને નસ ચઢી જવાથી વધુ દુખાવો થાય છે તો દિવસમાં બે વાર 5 થી 7 મિનિટ સુધી માલીસ કરો. કોઈ પણ પ્રકરણો દુખાવો દૂર થઇ નસની સમસ્યાથી તરત રાહત મળી જશે.

આ સિવાય તમે બીજો પણ ઉપાય કરી શકો છો જેમાં થોડા બરફના ટુકડા લેવાના છે અને તેને એક પોલીથીન કોથળીમાં ભરી દેવાના છે. પોલિથીનમાં બરફના ટુકડા એટલા માટે લેવાના છે કે જ્યાંરે આપણે બરફથી શિકાઈ એટલે કે ઘસી છું ત્યારે બરફ ઓગળવાથી તેનું પાણી શરીર પર પડે નહીં.

જયારે પણ તમને નસ ચઢવાની સમસ્યા થાય અને વધુ દુખાવો થાય ત્યારે આ બરફ થોડી વાર ઘસી લો. તમને તરતજ દુખાવામાંથી રાહત થશે અને નસની સમસ્યાથી છુટકાળો મળી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *