આંખો આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો આંખો ન હોય અથવા દૃષ્ટિ નબળી પડી જાય તો આપણું જીવન અંધકારમય બની જાય છે. આ સિવાય રોશનીનું કમજોર પડવું પણ અનેક રીતે પરેશાનીનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોની રોશની નબળી પડવા કે દ્રષ્ટિ નબળી પડવાના કારણો શું છે.

વાસ્તવમાં, વિટામિન્સ આંખોની રોશની જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ તો શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ જરૂરી છે, પરંતુ જો શરીરમાં વિટામિન A અને વિટામિન Cની ઉણપ હોય તો આંખોની રોશની ઓછી થવા લાગે છે, જેના કારણે દ્રષ્ટિ પણ નબળી પડવા લાગે છે. તો આવો જાણીએ કે કયા વિટામીનની ઉણપ દ્રષ્ટિની સમસ્યા માટે જવાબદાર છે.

‘હેલ્થલાઈન’ અનુસાર, જો શરીરમાં વિટામિન્સની ઉણપ હોય તો તેનાથી થાક, નબળાઈ, ચક્કર, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય આવી ઉણપને કારણે બોન ડેન્સિટી નુકશાન અને ત્વચાનો રંગ બદલાવાની સમસ્યા પણ શરીરમાં જોવા મળે છે.

વિટામિન A ની ઉણપ : જો શરીરમાં વિટામિન A ની ઉણપ હોય તો આંખો નબળી પડી જાય છે. વાસ્તવમાં, આંખોના કોર્નિયાને સ્વસ્થ રાખવા માટે વિટામિન એ જરૂરી છે. જો શરીરમાં વિટામીન Aની ઉણપ હોય તો પિગમેન્ટનું ઉત્પાદન બંધ થઈ જાય છે, જેના કારણે નાઈટ બ્લાઈંડનેસની સમસ્યા વધી શકે છે. એટલા માટે વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

વિટામિન A ની ઉણપ દૂર કરવા આહારમાં તમે ચીઝ, ઇંડા, તેલયુક્ત માછલી, ફોર્ટિફાઇડ ઓછી ચરબી સ્પ્રેડ, દૂધ અને દહીં લઇ શકો છો

વિટામિન C અને B12 ની ઉણપ : વિટામિન સી અને વિટામિન બી12 પણ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં આ બે વિટામીનની ઉણપ હોય તો આંખોમાં ભેજ ઓછો થવા લાગે છે. જેના કારણે આંખોનું પાણી સુકવા લાગે છે જેના કારણે દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે.

આ સાથે વિટામીન B12 પણ દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બની શકે છે. વિટામીન B12 મગજ અને ચેતા કોષોના કાર્ય માટે જરૂરી છે. જો શરીરમાં વિટામિન C અને B12 ની ઉણપ હોય તો પીડારહિત દ્રષ્ટિ ગુમાવી શકે છે.

વિટામિન C ની ઉણપ દૂર કરવા આહારમાં તમે સાઇટ્રસ ફળ, જેમ કે નારંગી અને નારંગીનો જ્યુસ, સ્ટ્રોબેરી, બ્રોકોલી લઇ શકો છો.

જો તમે પણ નબળી દ્રષ્ટિની સમસ્યાથી પરેશાન છો તો અહીંયા જણાવેલ વિટામિનની ઉણપ શરીરમાંથી પુરી કરીને આંખોને ફરીથી તેજ બનાવી શકો છો. જો તમને અમારી આ ઉપયોગો માહિતી પસંદ આવી હોય તો તમારા ફેમિલી મેમ્બરને જરૂરથી જણાવો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *