શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે. આપણું શરીર આ વિટામિન નથી બનાવતું અને તે જરૂરી છે કે આપણે એવા ખોરાક ખાઈએ જેમાં વિટામિન B12 ભરપૂર હોય. જો શરીરમાં તેની ઉણપ હોય તો ઘણી બીમારીઓની ચપેટમાં આવી શકીએ છીએ. જ્યારે વિટામીનની ઉણપ હોય છે, ત્યારે આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને સમયસર સમજીને તેનાથી બચી શકાય છે.
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોમાં વિટામિન B12 ની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે. ભારતમાં કરોડો લોકો આ રોગનો શિકાર છે. આંકડા મુજબ, ભારતમાં ઓછામાં ઓછા 47 ટકા લોકો B12 ની ઉણપથી પીડિત છે અને માત્ર 26 ટકા વસ્તીમાં જ યોગ્ય સ્તર જોવા મળે છે. આ ચોંકાવનારો ડેટા ભારતીય વસ્તીમાં વિટામિન B12 ની ઉણપ વિશે ચેતવણી છે.
વિટામિન B12 ની ઉણપ શરૂઆતમાં નાની લાગે છે, પરંતુ લાંબા સમય સુધી તેની ઉણપ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. શરીરમાં લાલ રક્તકણો, ડીએનએ બનાવવા ઉપરાંત વિટામીન B12 મગજ અને ચેતા કોષોને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તેની ઉણપ એનિમિયાનું જોખમ વધારે છે. વિટામિન B-12 શરીર માટે ખૂબ જ જરૂરી છે.
તેમાં કોબાલ્ટ જોવા મળે છે, જે અન્ય વિટામિન્સમાં નથી, જે લાલ રક્તકણો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુરુષોએ દરરોજ 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓએ 2.6 માઈક્રોગ્રામ વિટામીન B12નું સેવન કરવું જોઈએ અને જો કોઈમાં પણ ઉણપ હોય તો તરત જ તેની કાળજી લેવી જોઈએ અને અસરકારક સારવાર કરવી જોઈએ.
વિટામિન બી 12 શું કરે છે: વિટામિન B12 શરીરના ચેતા કોષો અને રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ડીએનએ બનાવવામાં પણ મદદ કરે છે. તમારું શરીર વિટામિન B12 જાતે બનાવતું નથી, તમારે તેને ખોરાકમાંથી મેળવવું પડશે. વિટામિન B12 ઇંડા, માંસ અને ડેરી ઉત્પાદનોમાં જોવા મળે છે. આ સાથે, તે કેટલાક અનાજ, બ્રેડ અને યીસ્ટમાં પણ જોવા મળે છે.
વિટામિન B12 ની ઉણપ ત્વચા, આંખની સમસ્યાઓ સહિત ન્યુરોલોજીકલ વિકૃતિઓનું કારણ બને છે. તેથી આ ઉણપ તરફ નિર્દેશ કરતા તમામ લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. બ્રિટનની સરકારી સ્વાસ્થ્ય એજન્સી NHS એ વિટામિન B12 ની ઉણપના કેટલાક લક્ષણો વિશે માહિતી આપી છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમે પણ આ ઉણપથી પીડિત છો કે નહીં.
વિટામિન B12 ની ઉણપના આ મુખ્ય લક્ષણો છેઃ વિટામિન B12 ની ઉણપ કારણે ત્વચાનો રંગ પીળો પડવા લાગે છે, જીભનો દુખાવો અને લાલાશ પડવી, મોંમાં ચાંદા પાડવા, જોવામાં તકલીફ પડવી, ચીડિયાપણું અને ડિપ્રેશન.
વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટેના આયુર્વેદિક ઉપાય : વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે 100 ગ્રામ દેશી ગોળ લેવો. પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને ચાળી લેવો.
આ પછી તેમાં 2 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખવું. ત્યારબાદ આ મિશ્રણને તળી શકીએ તેવા વાસણમાં નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ બાદ તેને થોડું ગરમ કરી લેવું. ગરમ થઈ ગયા પછી ગેસ કે ચૂલો બંધ કરીને આ મિશ્રણને નીચે ઉતારી લેવું અને ઠંડું પડવા દેવું.
ઠંડું પડી ગયા પછી તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન કોઈ કાચના વાસણમાં ભરી લેવી. જયારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપના લક્ષણો જણાય ત્યારે આ ગોળીઓનું સવારે અને સાંજે એમ બે ટાઈમ સેવન કરવું.
આ ગોળીઓ તમારે સવારે નરણા કોઠે લઇ લેવી. અને આ ગોળી સુચાઈ ગયા બાદ તરત જ ભોજન કરી લેવું. જયારે સાંજે ભોજન પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ જાય પછી તરત જ ભોજન કરી લેવું.
તમને જણાવીએ કે જયારે આ ગોળી મોઢામાં ઓગળી ન જાય ત્યાં સુધી ધીરે ધીરે સગળવી. આમ કરવાથી મોઢામાં લાળ બનશે અને આ લાળ સાથે ગોળી ગળામાં ઉતારી જશે અને આપણું શરીર કુદરતી રીતે વિટામીન B12 બનાવશે. જેના લીધે શરીરમાં વિટામીનની ઉણપ પૂરી થશે.