આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકોના શરીરમાં વિટામિન-ડી ની કમી જોવા મળતી હોય છે. આવા સમયે આપણા શરીરમાં વિટામિન ડી ઓછું થયું નથી ને તે જાણવું ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં વિટામિન ડી હોવું ખુબ જ આવશ્યક છે.
આમ તો વિટામિન-ડી મેળવવું ખુબ જ આસાન છે, પરંતુ વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલીમાં તે એટલા બઘા ખોવાઈ જાય છે કે તે શરીરના સ્વાસ્થ્ય માટે સજાગ રહેતા નથી. આપણા શરીરના હાડકા માટે વિટામિન-ડી ખુબ જ આવશ્યક છે. કારણકે વિટામિન-ડી હાડકા માટે નો સૌથી ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.
શરીરમાં વિટામિન-ડી ફિટ અને તંદુરસ્ત રહેવા ની ભૂમિકા ભજવે છે. જે સ્નાયું અને હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. તમને જણાવી દઉં કે આજે દેશમાં 70 % લોકો વિટામિન-ડી ની ઉણપના શિકાર છે, જેના કારણે હાડકાની સમસ્યા, વાળની સમસ્યા, તણાવ વગેરે જોવા મળે છે.
વિટામિન-ડી ઓછું થવાના ઘણા બધા લક્ષણો પણ છે. જેમાં પીઠના ભાગમાં આવે હાડકામાં સતત દુખાવો રહેતો જોવા મળતો હોય છે. જે શરીરમાં કેલ્શિયમ ની કમી અને વિટામિન-ડી ની કમીના કારણે જોવા મળી શકે છે. જેથી હાડકા નબળા પડી જાય છે અને દુખાવો રહેતો હોય છે.
જો તમે કોઈ પણ કારણ વગર જ અવાર નવાર ગુસ્સે થઈ જાઓ છો અને વધુ ડિપ્રેશન અનુભવો છો તો તે વિટામિન-.ડી ની ઉણપનું એક લક્ષણ હોઈ શકે છે. ઉપરાંત અવાર નવાર થાકી જવાથી શરીરમાં નબળાઈનો સામનો કરવો પડતો હોય છે.
દરરોજ સારી ઊંઘ લેવાથી અને યોગ્ય આહાર લેવા છતાં પણ શરીરમાં કમજોરી રહેતી હોય તો તે વિટામીન ડી ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. હવે અમે તમને શરીરમાં થયેલ વિટામિન-ડી ઉણપમાં શું ખાવાથી ઉણપ દૂર થાય છે તેના વિષે જણાવીશું.
વિટામિન-ડી યુક્ત આહાર: આ માટે તમે નિયમિત ગાયનું દૂઘ પી શકો છો, તેમાં સારી માત્રામાં વિટામિન-ડી અને કેલ્શિયમ નો સ્ત્રોત મળી આવે છે, જે હાડકા અને સ્નાયુઓને અંદરથી મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તમે મોસંબી પણ ખાઈ શકો છો, જેમાં વિટામિન-ડી, કેલ્શિયમ, ફાયબર, આયર્ન પણ ખુબ જ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવી રાખવાની સાથે શુદ્ધ પણ કરે છે અને લોહીની કમીને પુરી કરે છે. જો તમે વિટામિન-ડી ની ઉણપના કારણે શરીરમાં કમજોરી મહેસુસ કરો છો તો મોસબીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આ સિવાય તમે બપોરના ભોજન સાથે દહીં પણ ખાઈ શકો છો, દહીં ખાવાથી શરીરમાં રહેલ હાનિકારક તત્વોનો પણ નાશ કરે છે અને શરીરને જરૂરી પોષક તત્વોની કમી પણ પુરી કરે છે. આ માટે એક વાટકી દહીં ખાવી જોઈએ, જે પાચનક્રિયા પણ સુધારે છે અને વજન ઘટાડવા માટે ખુબ જ અસરકારક છે.
જો તમે માસાહાર વસ્તુ ખાતા હોય તો તમે સેલ્મોન માછલી ખાઈ શકો છો, જેમાં ખુબ જ સારા પ્રમાણમાં વિટામિન-ડી, ઓમેગા-3 ફેટી એસિડ પણ મળી આવે છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
જો તમે આહારની સાથે સાથે થોડો સમય સવારે તડકામાં ઉભા રહો, તેમાંથી ખુબ જ સારી માત્રામાં વિટામિન-ડી મળી આવે છે, જે હાડકા ને ખુબ જ મજબૂત બનાવે છે જેથી હાલત ચાલતા લાગતો થાક પણ ઉતરી જાય છે અને એકદમ ફ્રેશ મહેસુસ કરશો.