આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે જાણીએ છીએ કે સ્વસ્થ શરીર માટે શરીરમાં તમામ જરૂરી પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. વિટામિન-ડી પણ એક એવું પોષક તત્વ છે જે વ્યક્તિને સ્વસ્થ રાખે છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત જે આપણે ફ્રી માં મેળવી શકીએ છીએ તે સૂર્યપ્રકાશ છે.

એટલા માટે આરોગ્ય નિષ્ણાતો આપણને દરરોજ આપણા કિંમતી સમયમાંથી 15 થી 20 મિનિટ કાઢી અને તડકામાં બેસવાની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ત્વચા સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે, ત્યારે શરીર કોલેસ્ટ્રોલ દ્વારા વિટામિન-ડી બનાવે છે.

વિટામિન ડી હાડકાં, દાંત અને સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તેમ છતાં લોકો તેની ભૂમિકાને નજરઅંદાજ કરે છે, જેના કારણે શરીરમાં વિટામિન-ડીની ઉણપ થાય છે.

એક રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં લગભગ 1 અબજ લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે. આપણા દેશમાં સૌથી વધુ સૂર્યપ્રકાશ આવે છે તેમ છતાં આપણા દેશના લોકોમાં વિટામિન ડીની ઉણવી જોવા મળે છે. તો ચાલો જાણીએ વિટામિન ડીની ઉણપના લક્ષણો કયા હોઈ શકે છે.

થાકઃ પૂરતી ઊંઘ લીધા પછી પણ જો આપણને થાકની સમસ્યા હોય તો તે વિટામિન-ડીની ઉણપ દર્શાવે છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે આ વિટામિન શરીરને એનર્જી પૂરી પાડે છે, આવી સ્થિતિમાં વિટામિન ડીની ઉણપને કારણે વ્યક્તિ આરામ કર્યા પછી પણ થાકનો અનુભવ કરે છે.

વાળ ખરવાઃ વાળ ખરવા એ વિટામિન ડીની ઉણપના સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે અને આ સમસ્યા આજના સમયમાં ખુબજ વધી રહી છે. વાળના વિકાસ માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં તેની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે.

કમરનો દુખાવોઃ હાડકાની મજબૂતી માટે વિટામિન-ડી જરૂરી છે. તેની ઉણપના કારણે હાડકા પણ નબળા પડવા લાગે છે. વિટામિન ડીની ઉણપથી હાડકામાં અસહ્ય દુખાવો થાય છે, જે ક્યારેક ડોક્ટરની સલાહ વગર મટાડી શકાતો નથી.

તમને જણાવીએ કે વિટામિન-ડી શરીરમાં કેલ્શિયમને શોષી લે છે. આવી સ્થિતિમાં, હાડકાં, સ્નાયુઓ અથવા કમરમાં દુખાવો આ વિટામિનની ઉણપ દર્શાવે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ: વિટામિન ડીની ઉણપને કારણે, લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે લોકો ઘણીવાર વાતાવરણમાં થોડો પણ ફેરફાર થવાંથી બીમાર થઈ જાય છે. વારંવાર શરદી અથવા ફ્લૂ વિટામિન ડીની ઉણપ દર્શાવે છે.

મૂડ ખરાબ રહેવો: સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે લોકોના મૂડને ખુશ રાખવા માટે વિટામિન ડી પણ જરૂરી છે. તેની ઉણપને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

હવે જાણીએ જો કોઈ માણસને વિટામિન ડી ની ઉણપ હોય તો તે ઉણપને કેવી રીતે દૂર કરી શકાય છે: દરરોજ 15 થી 20 મિનિટ સવારે સૂર્યના તડકામાં બેસવાથી વિટામિન ડી ની ઉણપ દૂર કરી શકાય છે. આ સાથે મશરૂમ, બદામ, બ્રોકોલી, ઈંડા, દૂધ, ચીઝ, સોયા ઉત્પાદનો, માખણ, ઓટમીલ અને સંતરાનો જ્યુસ લેવાથી પણ સારી માત્રામાં વિટામિન-ડી મેળવી શકાય છે.

જો તમારા શરીરમાં પણ વિટામિન ડી ના લક્ષણો જોવા મળે છે તો તમારે એક વાર ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને જો વિટામિન ડી ની ઉણપ જણાય તો અહીંયા જણાવેલ ઉપાય કરવાનું શરુ કરવું જોઈએ.

જો તમને વિટામિન ડી વિશેની માહિતી સારી અને ઉપયોગી જણાઈ હોય તો આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *