તરબૂચ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેની સાથે તેના બીજા પણ ઘણા ગુણો છે. જે લોકોને તરબૂચ પસંદ છે તેમની માટે ઉનાળો ઉત્તમ સમય છે. આ ફળમાં મોટાભાગનું પાણી હોય છે જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે અને આપણને ઠંડક પણ આપે છે.
તરબૂચમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે બીમારીઓને દૂર કરે છે અને તેમાં વિટામિન સી પણ મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, પરંતુ કદાચ તમે એક વાત નહીં જાણતા હોય કે તે ત્વચા માટે પણ સારું કામ કરી શકે છે. ત્વચાને ડિટોક્સિફાય કરવાની સાથે તે ત્વચાને ઘણી ઠંડક આપે છે અને તેને એક ફેસ પેકમાં ફેરવી શકાય છે.
1. શુષ્ક ત્વચા માટે તરબૂચનો રસ અને લીંબુ : જો તમારી ડ્રાયસ્કિન છે તો ઉનાળામાં તમને વધારે તકલીફ થશે. ત્યારે લીંબુ તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કરી શકે છે અને ક્ષતિગ્રસ્ત ત્વચાના કોષોને ઠીક કરી શકે છે, જ્યારે મધ અને તરબૂચનો રસ તેને મોઇશ્ચરાઇઝ કરી શકે છેઅને ખરબચડી ત્વચા પણ ઠીક થઇ જાય છે.
કેવી રીતે બનાવશો : એક બાઉલમાં બે ચમચી તરબૂચના રસમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરો. તમે તમારી પ્રમાણે વધુ કે ઓછું ઉમેરીને બનાવી શકો છો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 10-15 મિનિટ માટે લગાવીને રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
2. ચહેરાને નિખારવા માટે તરબૂચ અને દહીંનો ફેસ માસ્ક : દહીં ત્વચા અને વાળની કેર માટે કેટલું ઉપયોગી થઈ શકે છે એ તો તમને ખબર જ હશે. જો દહીંમાં તરબૂચનો રસ ભેળવવામાં આવે તો તે ખૂબ જ અસરકારક બની શકે છે. તેનાથી તમારી ત્વચામાં ઘણો ગ્લો આવી શકે છે અને આ એન્ટી-એજિંગ માસ્ક પણ છે.
કેવી રીતે બનાવશો : અડધી વાડકી તરબૂચના રસમાં 1 ચમચી દહીં મિક્સ કરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. હવે ચહેરાને ધોઈને આ મિશ્રણને ચહેરા પર લગાવો. તમે ચહેરા સિવાય હાથ અને ગરદન પર પણ લગાવી શકાય છે. તેને 20 મિનિટ માટે લગાવીને રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.
3. તરબૂચનો રસ અને મધનો ચહેરો માસ્ક : જો તમને કોઈપણ કારણસર તમારી ત્વચા ટેનિંગ થઇ ગઈ છે અને ત્વચામાં કાળા ડાઘ પડવા લાગ્યા હોય તો તરબૂચના રસનો ફેસ માસ્ક ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જો તમારી ત્વચા તડકાના કારણે નુકસાન થઇ છે તો આ એક રામબાણ ઉપાય સાબિત થઇ શકે છે.
ફેસપેક બનાવવાની રીત : બે ચમચી ઠંડા તરબૂચના રસમાં બે ચમચી મધને એક બાઉલમાં મિક્સ કરો. પહેલા ચહેરાને પણ ઠંડા પાણીથી ધોઈ લો અને તે પછી ફેસપેક ચહેરા પર લગાવો. તમે તેને તમારા હાથ પર અને તમને લાગે છે કે ત્વચામાં ક્યાંક ટેનિંગ થઈ ગયું છે તો ત્યાં પણ લગાવી શકો છો.
પછી ત્વચાને માત્ર ઠંડા પાણીથી ધોઈ લો. તમારી ત્વચા ચમકવા લાગશે અને તેના વારંવાર ઉપયોગથી ટેનિંગ ઘણી હદ સુધી ઘટી જશે. અહીંયા જણાવેલ આ ત્રણેય ફેસ માસ્ક તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે. તો ઉનાળામાં મળતું આ ફળ તરબૂચનો ઉપયોગ કરીને તમે પણ અજમાવી જુઓ.
જો તમને આ માહિતી સારી લાગી હોય અને આવી જ માહિતી જો તમને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને યોગા, હેલ્થ સબંધિત માહિતી મળતી રહેશે.