વજન ઓછું કરવા માટે જીમ, કસરત, ડાયટ ઉપરાંત ઘણા લોકો ઉપવાસ કરે છે. તેમ છતાં પણ તે વજન ઓછું કરી શકતા નથી. જેના કારણે તે ખુબ જ પરેશાન અને ચિતામાં આવી જતા હોય છે. આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં લોકો મોટાપાની સમસ્યાના શિકાર બને છે.
નિષ્ણાતો અનુસાર જાણવા મળ્યું છે કે જે વ્યક્તિની વજન ખુબ જ વધુ હોય મોટાપો વધુ હોય તેવા લોકોનું આયુષ્ય ખુબ જ ઓછું થઈ જાય છે. ખાસ કરીને જે મોટાપાના શિકાર તેવા લોકો માં ડાયાબિટીસ, હૃદયની બીમારી, ઘુંટણના દુખાવા, ડાયાલીસીસ, બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીના ભોગ બને છે.
જયારે શરીરમાં ચરબી અને વજન વધે છે ત્યારે તે વ્યક્તિના શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ ઓછી થઈ જાય છે. જેના કારણે તે ઘણા રોગોના સંક્રમણમાં આવી જતા હોય છે. વજન વધવાનું મુખ્ય કારણ દિવસ દરમિયાન પરિશ્રમ કરવામાં ના આવે અને વધારે પડતું ભોજન કરવામાં આવે તો ચરબી અને પેટ બંને વઘવાનું ચાલુ થાય છે.
જયારે તેમે ભોજનમાં ચીજ, બટર, ઘી, પાઉંવાળી વસ્તુ, કે બહારના ફાસ્ટ ફૂડ વગેરે વધુ ખાવાં આવે તો તે ખોરાક ઝડપથી પચતો નથી. શરીરમાં ખાધેલ ખોરાક ના પચે તો તે ચરબીમાં રૂપાંતર થવા લાગે છે પરિણામે પેટ બહાર આવે છે અને વજન વઘે છે.
આજની મોટાભગના લોકોનું બેઠાળુ જીવન એટલે કે ઓફિસમાં બેસીને કામ કરતા હોય તેવા લોકોમાં વજન વધારો થતો હોય છે. આ ઉપરાંત મહિલાઓનું વજન વધવા પછાળનું કારણ હાલની મશીનરી ટેક્નોલીજી આવી જવાથી કામ કરવાનું ઓછું થઈને બેઠાળુ જીવન વધી ગયું છે જેના પરિણામે મહિલાઓમાં ચરબી અને વજન માં વઘારો થતો હોય છે.
ઘણા લોકોની ભોજન કર્યા પછી સુઈ જવાની ટેવ હોય છે તેવા લોકોમાં ડાયજેશન થતું નથી અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જ રહે છે જેના કારણે મોટાપાના શિકાર બની શકે છે. જો તમે વજન અને ચરબીને દૂર કરવા ઘણા પ્રયત્નો કર્યા છે અને ફેર પડતો નથી તો આ એક ડ્રિન્કનું સેવન કરી લો, જે વધી ગયેલ ચરબીને ફટાફટ ઓગાળી વજન ઓછું કરશે.
ચરબી અને વજન ઓછું કરવાનું સુપર ડ્રિન્ક: આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈ લો તેમાં દોઢ ચમચી અજમો નાખીને 78 કલાક ઢાંકીને પલાળેલું રહેવા દો, ત્યાર પછી રાતે સુવાના દોઢ કે બે કલાક પહેલા એક પેનને ગેસ મૂકી પલાળેલ અજમાના પાણીને પેનમાં નાખી દો,
તેને પાંચ મિનિટ માટે ઉકાળો અને થોડુંક ઠંડુ થઈ જાય ત્યારે તેને એક ગ્લાસમાં ગાળીને કાઢી લેવાનું છે. હવે તે પાણીમાં એક આખા લીંબુનો રસ અને એક ચમચી દેશી મઘ મિક્સ કરીને બરાબર હલાવી લો, હવે આ ડ્રિન્ક પીવા માટે તૈયાર થઈ ગયું છે.
આ ડ્રિન્કને રાતે સુવાના આશરે એક કલાક પહેલા લેવાનું છે, આ ડ્રિન્કનું સેવન નિયમિત પણે રોજે રાતે 15 દિવસ પીસો તો પેટની કે કમરની વધી ગયેલ બઘી જ ચરબીને ઘીરે ઓગાળી દેશે. માટે જેમને વજન ઓછું કરવાનું વિચારી જ લીધું છે તેવા લોકો માટે આ ડ્રિન્ક અમૃત થી ઓછું નથી.