વજન ઓછું હોય અને વજન વધારવું હોય તેવા લોકોની સંખ્યા પણ ઘણી વધુ હોય છે. વજન વધારવા માટે ઘણા લોકો ખુબ જ વધુ પ્રમાણમાં ખાતા હોય છે, પરંતુ તેમ છતાં પણ એમનું વજન વધતું હોતું નથી. આ માટે ઘણા લોકો જિમ માં જઈને વધુ કસરત એવું કરતા હોય છે.
ઘણા લોકો જિમ માં વજન ઓછું કરવા માટે પણ જતા હોય છે ઘણા લોકો શરીર અને બોડી બનાવવા માટે જતા હોય છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ખુબ જ આસાનીથી વાજન ને વઘારી શકાશે.
વજન વધારવા માટેના ઉપાય:
રોજે સવારે અથવા રાતે સુતા પહેલા એક ગ્લાસ ગાયના દુઘમાં બદામ નાખીને ખાવાથી વજન માં વધારો કરી શકાય છે, દૂધ અને બદામ બંને માં ખુબ જ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. આ માટે જો તમે વજન વધારવા માંગતા હોય તો ગાયના દૂધમાં બદામ નાખીને ખાવાનું ચાલુ કરવું જોઈએ. જે દવાઓ ખાવા કરતા સૌથી બેસ્ટ અને સરળ ઉપાય છે.
રોજે રાતે સુવાના પહેલા એક વાટકી ભેંસના દૂઘમાં 10 થી 12 દાણા દેશી ચણા પલાળીને આખી રાત માટે રહેવા દેવાના છે. ત્યારબાદ સવારે ઉઠીને ખાલી પેટ દૂઘ માંથી પલાળેલ ચણા કાઢીને ચાવીને ખાઈ લેવાના છે, ત્યાર પછી તે દૂધ ને પણ ઉપરથી પી જવાનું છે, આમ કરવાથી પણ વજન માં વઘારો થઈ શકે છે. આ સાથે શક્તિ અને ઉર્જા નો પણ સંચાર થાય છે.
દૂધમાં ખજૂર ભેળવીને સતત એક મહિના સુધી પીવાથી વજન માં વધારો થઈ શકે છે, દૂધ અને ખજૂર નું સેવન કરવાથી સહરીરમાં ભરપૂર તાકાત મળે છે જે શારીરિક દરેક કમજોરીને દૂર કરે છે, આ સાથે કેલ્શિયમની કમી ને પુરી કરી હાડકાને મજબૂત બનાવે છે.
તે લોહીમાં લોહીને શુદ્ધ કરવાનો સૌથી અસરકારક ગુણ મળી આવે છે જે સ્કિન ને હેલ્ધી બનાવવાની સાથે સ્કિન ને નિખાર લાવવામાં મદદ કરે છે. જો તમે ઘણા લાંબા સમય થી વજન વધારવા માંગતા હોય તો નિયમિત પણે દૂધ અને ખજૂરનું સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ.
જો તમે વજન ને વધારવા માંગતા હોય તો નિયમિત પણે યોગ્ય અને પૌષ્ટિક આહાર ખાવાનું ચાલુ કરવું જોઈએ, આ માટે તમે રોજે દૂધમાં કેળા નાખીને ખાઈ શકો છો જે વજન ને ખુબ જ આસાનીથી વજન ને વધારવા માં મદદ મેળવી શકાય છે.
આ સિવાય તમે રોજે દિવસમાં બે કેળા ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ જે વજનને વધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે. જો તમે વજન વધારવા માંગતા હોય તો આ ઉપાય અપનાવી શકો છો.