આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શું તમે ખૂબ પાતળા છો? શું તમે વજન વધારવા માંગો છો? પરંતુ કસરત કરવા નથી માંગતા? તો તમાટે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવા સુપરફૂડ વિષે જણાવીશું જે સુપરફૂડનો તમારા આહારમાં સમાવેશ કરીને તમે તમારૃં વજન વધારી શકો છો.

ઓછું વજન ન માત્ર મહિલાઓના વ્યક્તિત્વને બગાડે છે, પરંતુ ઓછા વજનવાળી મહિલાઓને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો વધુ કરવો પડે છે. આમાં કુપોષણ, વંધ્યત્વ, લાંબા સમયે વિકાસ થવો , નબળી રોગપ્રતિકારક શક્તિ, ઑસ્ટિયોપોરોસિસ અને સર્જરીના સમયે જટિલતાઓનું વધતું જોખમ શામેલ છે.

ઘણા લોકો કહેતા હોય છે વજન વધારવા માટે ખુબજ સંઘર્ષ કરવો પડે છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જણાવેલ સુપરફૂડ્સ તમને મદદ કરી શકે છે. તે સ્નાયુ અને મસલ્સ મેં પણ વધારી શકે છે અને એકંદર આરોગ્ય સ્વાસ્થ્યને પણ વધારે છે.

આ સુપરફૂડ્સ વિશે સૌથી સારી બાબત એ છે જે નિષ્ણાતો પણ કહેતા હોય છે કે આ સુપરફૂડ્સ આપણને સરળતાથી મળી જાય છે. જો તમે પણ તમારું વજન ઝડપથી અને હેલ્ધી રીતથી વધારવા માંગો છો તો તમારા ડાયટમાં આ સુપરફૂડ્સને ચોક્કસ સામેલ કરો. તો ચાલો જાણીએ આ સુપરફૂડ્સ વિષે.

દૂધ અને કેળા: તમને જણાવીએ કે કેળામાં ઘણાં બધા વિટામિન્સ અને પોષકતત્વો હોય છે આ ઉપરાંત તે ફાયબરથી ભરપૂર હોય છે જે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે. દૂધથી શરીરને કેલ્શિયમ અને વિટામીન ડી ભરપૂર મળે છે. પરંતુ દૂધ અને કેળા એક સાથે લેવાથી શરીરને વધુ ન્યુટ્રીશન મળે છે. આથી ખાસ કરીને વજન વધારવા માટે હંમેશા દૂધ અને કેળા ખાવાની સલાહ આપે છે.

અંજીર અને દૂધ: જો અંજીરના ગુણોને દૂધમાં રહેલા ગુણો સાથે ભેળવવામાં આવે તો તેનો ખુબજ ફાયદો થાય છે. વજન વધારવામાં દૂધ સૌથી અસરકારક માનવામાં આવે છે. વજન વધારવા માટે અંજીર અને દૂધનું સેવન કરવા માટે 1 ગ્લાસ દૂધમાં 2-3 અંજીર ઉકાળો. ત્યાર બાદ તેનું સેવન કરો. જો તમે તેને દૂધમાં ઉકાળવા માંગતા નથી, તો તમે 2-3 સૂકા અંજીરને ગરમ દૂધ સાથે અલગથી ખાઈ શકો છો.

બટાકા : બટાકા જેવી મૂળ વાળી શાકભાજીમાં કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ પ્રમાણમાં હોય છે જેનાથી શરીરને જરૂરી ફેટ મળે છે. દરરોજ ચોક્કસ પ્રમાણમાં પાકા કે કાચા બટેટાનો સલાડ, સેન્ડવીચ કે અન્ય પ્રકાર નાં ભોજન નું સેવન કરવાથી થોડા જ દીવસોમાં વજન વધારી શકાય છે.

બદામ: જો તમારે સ્વસ્થ અને સુંદર દેખાવવા સાથે વજન વધારવું હોય તો તમે બદામનું સેવન જરૂર કરો. બદામનું સેવન કરવાથી તમને શક્તિ મળશે, વજન વધશે અને વિટામીન, આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી આવે છે. રાત્રે 10 થી 12 બદામ પલાળી રાખો અને સવારે છાલ કાઢીને વાટી લો. તેમાં એક ચમચી ઘી અને સાકર ભેળવીને ગરમ દૂધ સાથે ખાવ.થોડાજ દિવસોમાં વજન વધતું જણાશે.

જવ: રાત્રે એક મુઠી જવ ના દાણાને પલાળીને રાખો. સવારે તેના છોતરા કાઢીને દૂધમાં ઉકાળીને તેની ખીર બનાવી લો. પછી તેમાં સાકર કે મધ ભેળવીને ખાઓ. તમે ઈચ્છો તો તેમાં બે ખજુર પણ નાખી શકો છો. આ ઘરેલુ ઉપાય કરવાથી પણ વજન વધી શકે છે.

નટ્સ અને સીડ્સ: નટ્સ અને સીડ્સ કેલેરીથી ભરપૂર હોય છે. જે સારી માત્રામાં તંદુરસ્ત ચરબી અને પ્રોટીન પ્રદાન કરે છે. તમે ભોજન સાથે અથવા નાસ્તા તરીકે દરરોજ માત્ર બે મુઠ્ઠી ભરીને ઝડપથી ઘણી બધી કેલરી ઉમેરી શકો છો. તમે વિવિધ પ્રકારના સ્નેક્સ અને ડીશમાં સ્મૂધી, દહીં, ટોસ્ટ, વગેરે મિક્સ કરી શકો છો. જે તમને વજન વધારવા માટે મદદ કરેશે.

સૂકા મેવા: સૂકા મેવા જેવા કે અંજીર, ખજૂર, કિસમિસ, બેરી વગેરેમાં કુદરતી રીતે ખાંડનું પ્રમાણ વધુ હોય છે. સૂકા ફળોમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેઓ પ્રોટીન સ્ત્રોતો અથવા નટ્સ સાથે શ્રેષ્ઠ રીતે જોડાયેલા છે.દરરોજ એક મુઠ્ઠી સૂકા મેવા ખાવાથી પણ વજન વધારી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *