આજના સમયમાં નાના બાળકો, યુવાનો અને વડીલોની ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે વજન વધવું એ દરેક લોકોની મોટી સમસ્યા બની ગઈ છે. આપણે બધા લોકો વજન ઘટાડવા માટે અલગ અલગ રીતો અજમાવે છે. કેટલાક જિમમાં પુષ્કળ પરસેવો પાડે છે, જ્યારે કેટલાક તેમના ખાવા-પીવામાં ઘટાડો કરે છે.
આ સિવાય ઘણા લોકો વજન ઘટાડવા માટે દવાઓ કે પ્રોટીન પાઉડર વગેરેનું સેવન પણ કરે છે. આ સિવાય જો તમે ઈચ્છો તો તમારી ડેલીનો લોટ બદલીને પણ તમારું વજન ઘટાડી શકો છો. હવે તમે વિચારતા હશો કે કયો લોટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે? તો આજે આ લેખમાં અમે તમને વજન ઘટાડવા માટેના લોટ વિષે જણાવીશું.
1. જુવારનો લોટ : જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે તમારા આહારમાં જુવારના લોટનો સમાવેશ કરી શકો છો. જુવારના લોટમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ મોટી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત, જો તમે જુવારના લોટનું સેવન કરો છો, તો તે તમારા પાચનને સારી રીતે જાળવવામાં મદદ કરશે.
જુવારનો લોટ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખી શકે છે. તે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે. જો તમે ઈચ્છો તો જુવારના લોટમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી શકો છો.
2. રાગીનો લોટ : વજન ઘટાડનારા લોકો માટે પણ રાગીનો લોટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાગીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે. આ સાથે રાગીના લોટમાં ફાઈબર, એમિનો એસિડ અને કેલ્શિયમ ખૂબ જ વધારે હોય છે. રાગીનો લોટ પણ સરળતાથી પચી શકે છે. જો તમે રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાઓ છો તો તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તમને જલ્દી ભૂખ લાગતી નથી.
3. બાજરીનો લોટ : બાજરીનો લોટ વજન ઘટાડવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. આ સિવાય તેમાં વિટામિન અને મિનરલ્સ પણ મોટી માત્રામાં જોવા મળે છે. બાજરીના લોટમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.
બાજરીનો લોટ તમને વધારે ખાવાથી બચાવે છે. ઉપરાંત, તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, આ તમારું વજન ઘટાડી શકે છે. મોટાભાગે બાજરીના લોટનો ઉપયોગ શિયાળામાં કરીએ છીએ.
4. ઓટ્સનો લોટ : ઓટ્સનો લોટ વજન ઘટાડનારા લોકો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ઓટ્સના લોટમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર હોય છે. ઓટ્સથી બનેલી વાનગીઓ અથવા રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ઓટ્સનો લોટ હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે.
તમે તમારા આહારમાં અહીંયા જણાવેલ લોટમાંથી બનેલી રોટલીનો સમાવેશ કરી શકો છો. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે, તમને ભૂખ નહીં લાગે અને વજન પણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા દરેક મિત્રોને જણાવો અને અમને પણ તમે જણાવી શકો છો. આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.