દરેક વ્યક્તિને પરેશાન કરતી સમસ્યા એટલે કે મોટાપા ની સમસ્યા. જે મહિલાઓ અને પુરુષો બંને માં જોવા મળે છે, વજન માં વધારો થવાના કારણે પેટ પણ બહાર આવવા લાગે છે. આવા સમયે પેટના ભાગમાં અને કમરના ભાગમાં ચરબીના સૌથી વધુ થર જામી ગયા હોય છે.
ચરબીના જામી ગયેલ ગમે તેટલા થર ને ઓગાળવા હોય તો ઓગાળી શકાય છે, પરંતુ તેના માટે થોડો સમય લાગી શકે છે. પેટ બહાર નીકળવાના કારણે વ્યક્તિના શરીરનો આકાર અને દેખાવ પણ બગડી જાય છે.
વજન ઓછું કરવા માટે ઘણી બધી કસરતો કરી હોય અને બજારમાં મળતી દવાઓ ખાધી હોય અને વજન ઓછું થતું ના હોય તો આજે અમે તમને એવા એવા પાવડર વિષે જણાવીશું જેને હૂંફાળા પાણી સાથે લેવાથી ચરબીને ઓગાળવામાં મદદ મેળવી શકાય છે. જે વજન ને ઓછું કરે છે.
જ્યારે પણ વ્યક્તિ બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુ ઓનું સેવન કરે છે ત્યારે તે ખોરાક સારી રીતે પચતો નથી જેના પરિણામે તે ખોરાક સડવા લાગે છે. અને આંતરડામાં જમા થવા લાગે છે. જે ચરબીમાં રૂપાંતર થાય છે.
પેટ સારી રીતે સાફ થતું નથી તો મોટાપા ની સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. વજન વધવાના કારણે વ્યક્તિને ઉઠવા, બેસવા, ચાલવા અને કામ કરવામાં પણ ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. હવે વજન ધટાડવા માટે ચૂરણ કઈ રીતે બનાવવું તેના વિષે જણાવીશું.
વજન ઘટાડાવા માટેનું ચૂરણ બનાવવાની સામગ્રી: આ માટે તમારે ચાર વસ્તુની જરૂર પડશે. 50 ગ્રામ અજમો, 50 ગ્રામ જીરું, 100 ગ્રામ વરિયાળી અને 50 ગ્રામ નાની હરડે.
વજન ઘટાડાવા માટેનું ચૂરણ બનાવવાની રીત: સૌથી પહેલા આ બધી વસ્તુને ઘીમાં ગેસ પર તવી રાખીને શેકી લો, ત્યાર પછી તેને સારી રીતે શેકાઈ જાય ત્યારે નીચે ઉતારી લો,
ચારે વસ્તુ ઠંડી થઈ જાય ત્યાર પછી બઘાને મિક્સરમાં નાખીને એકદમ બારીક ચૂરણ બનાવી લો. આ ચૂરણ ને બનાવીને થોડી વખત બહાર રાખી ઠંડુ થવા દો ત્યાર પછી તેને એક કાચની બોટલમાં ભરી લો. હવે વજન ઓછું કરવા માટે આ ચૂરણ તૈયાર થઈ ગયું છે.
આ ચૂરણ પાવડરની એક ચમચી નવશેકા પાણીમાં નાખીને સારી રીતે હલવાઈ દેવાનું છે. આ ડ્રિન્ક ને રાત્રિના ભોજન કર્યા ના એક કલાક પછી લઈ શકાય છે. જો તમે નિયમિત પણે એક મહિનો રોજે ભોજન પછી આ પીણું પીશો તો એક મહિનામાં જ તમારું વજન 4- 5 કિલો ઓછું થઈ શકે છે.