આજના સમયમાં બધા લોકોને પરેશાન કરતી સમસ્યા એટલે કે મોટાપા ની સમસ્યા. આ સમસ્યા ન માત્ર પુરુષોમાં પણ મહિલાઓમાં પણ જોવા મળે છે. આજે મહિલાઓ પણ આ સમસ્યાથી પરેશાન થઇ ગઈ છે. વજન માં વધારો થવાના કારણે પેટ પણ બહાર આવવા લાગે છે જેને આપણે ફાંદ પણ કહીએ છીએ. મોટા ભાગના લોકોમાં જોવા મળે છે પેટના ભાગમાં અને કમરના ભાગમાં ચરબીના સૌથી વધુ થર જામી ગયા હોય છે.

ઘણા લોકો આ ચરબીના જામી ગયેલ થરને જોઈને હાર માની લેતા હોય છે પરંતુ આ ચરબીના જામી ગયેલ થર ને ઓગાળવા હોય તો ઓગાળી શકાય છે, પરંતુ તેના માટે થોડો સમય લાગી શકે છે. નાની ઉંમરમાં જ પેટ બહાર નીકળવાના કારણે વ્યક્તિના શરીરનો આકાર અને દેખાવ પણ બગડી જાય છે, જેના કારણે ઘણા લોકોને કપડાં પહેરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વજન ઓછું કરવા માટે કસરતો કરવી જરૂરી છે, ચાલવું જરૂરી છે, ખાવામાં ધ્યાન આપવું જરૂરી છે, જમ્યા પછી ચાલવું જરૂરી છે. જો તમે આ બધું કરી ચુક્યા છો પરંતુ તમારું વજન ઘટી રહ્યું નથી અને તમે વજન ઘટાડવા માંગતા હોય તો આજે અમે તમને એવા એવા ચૂરણ વિષે જણાવીશું જેનથી ચરબીને ઓગાળવામાં મદદ મેળવી શકાય છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ ઘરના ભોજન કરતા બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ જેવી વસ્તુઓનું સેવન વધુ માત્રામાં કરે છે, ત્યારે તે ખોરાક સારી રીતે પચતો નથી જેના પરિણામે તે ખોરાક સડવા લાગે છે અને આંતરડામાં જમા થવા લાગે છે. જે ચરબીમાં રૂપાંતર થાય છે.

જયારે આપણું પેટ સારી રીતે સાફ થતું નથી તો પણ મોટાપાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. દિવસે ને દિવસે વધુ વજન વધવાના કારણે વ્યક્તિને ઉઠવા, બેસવા, ચાલવા અને કામ કરવામાં પણ ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. તો આવો હવે જાણીએ વજન ધટાડવા માટે ચૂરણ કઈ રીતે બનાવવું.

વજન ઘટાડાવા માટેનું ચૂરણ બનાવવા જરૂરી સામગ્રી: આ ચૂરણ માટે તમારે 4 વસ્તુની જરૂર પડશે. 25 ગ્રામ અજમો, 25 ગ્રામ જીરું, 50 ગ્રામ વરિયાળી અને 25 ગ્રામ નાની હરડે.

વજન ઘટાડાવા માટેનું ચૂરણ બનાવવાની રીત: આ ચૂરણ બનાવવા માટે સૌથી પહેલા આ બધી વસ્તુને ઘીમાં ગેસ પર તવી રાખીને શેકી લો, ત્યાર પછી તેને સારી રીતે શેકાઈ જાય ત્યારે નીચે ઉતારી લો,

આ ચારેય વસ્તુ ઠંડી થઈ જાય ત્યાર પછી બઘાને મિક્સરમાં નાખીને એકદમ બારીક ચૂરણ બનાવી લો.  ત્યારબાદ આ આ ચૂરણને બનાવીને થોડી વખત બહાર રાખી ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક કાચની બોટલમાં ભરી લો. તો હવે અહીંયા વજન ઓછું કરવા માટે આ ચૂરણ તૈયાર થઈ ગયું છે.

નવશેકા પાણીમાં આ ચૂરણ પાવડરની 1 ચમચી નાખીને સારી રીતે હલાઈ દેવાનું છે. આ ડ્રિન્ક ને રાત્રિના ભોજન કર્યા ના એક કલાક પછી પણ તમે લઈ શકો છો. જો તમે નિયમિત પણે એક મહિનો રોજે ભોજન પછી આ ડ્રિન્ક પીશો તો એક મહિનામાં જ તમારું વજન 4- 5 કિલો ઓછું થઈ શકે છે.

નોંધ: અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરથી લો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *