આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે તમારે કઈ રીતે ડાયટ પ્લાન કરવો જેથી તમે આસાનીથી વજન ઘટાડી શકો. આ પ્લાન સાત દિવસનો રહેશે. આ પ્લાન માં તમારે શું ખાવું તેના વિશે જણાવીશું. આ ડાયટ પ્લાન તમારા માટે ખુબ જ અસરકારક થશે.
યોગ્ય આહાર લેવાથી પણ તમે આસાનીથી વજન ઘટાડી શકો છો. જો તમે પણ શાકાહારી છો તો તમારા માટે આ ડાયટ પ્લાન આરોગ્ય પ્રદ અને વજન ઘટાડવા માટે શાકાહારી આહાર શ્રેસ્ટ હોય છે. કારણકે શાકાહારી માં ઓછી કેલરી અને અનસેચ્યુરેટે હેડ હોય છે. જો શાકાહારી લોકો ડાયટ પર ઘ્યાન આપે તો આસાનીથી વજન ને ઘટાડી શકે છે.
પહેલો દિવસ: ડાયટમાં આખો દિવસ ફળો નું જ સેવન કરવું જોઈએ. તરબૂચ, લીંબુ, સફરજન, આમળા, મોસંબી, સ્ટ્રોબેરી જ ખાવી જોઈએ. આમાંથી આમળાનું સેવન સૌથી વધુ કરવું. પહેલા દિવસે માત્ર ફળ સિવાય કંઈજ ના ખાવું.
બીજો દિવસ: ડાયટમાં માત્ર શાકભાજીનું જ સેવન કરવાનું છે. દિવસ દરમ્યાન કાકડી, બીટ, મૂળા વગેરે દિવસમાં ગમે તેટલી વાર ખાઈ શકાય. માત્ર બટાકા ખાવા હોય તો તે માત્ર બાફેલો અને એ પણ એક થી વધુ ના ખાવો.
ત્રીજા દિવસ: બટકાનું સેવન ના કરવું. પહેલા અને બીજા દિવસ જે ખાધું એ બધું ત્રીજા દિવસે ખાઈ શકો અને સૌથી વધારે પાણીનું સેવન કરવું જોઈએ. ચોથો દિવસ: આખા દિવસમાં માત્ર 6 જ કેળા ખાવાના છે. 6 થી વઘારે કેળાનું સેવન ના કરવું. આ ઉપરાંત દિવસ દરમ્યાન બે ગ્લાસ ગરમ દૂઘ પીવાનું છે. તેમાં ખાંડ નાખવી નહિ.
પાંચ મોં દિવસ: ટામેટા, પનીર, ફણગાવેલા કઠોળ નું સેવન કરવું. ટામેટા ને કાપીને સલાડના જેમ ખાવા. પાણીનું સેવન ત્રીજા દિવસ અને ચોથા દિવસ કરવા વઘારે કરવું જેથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો બહાર નીકળી જાય અને પેટ સાફ થઈ જાય.
છઠો દિવસ: પનીર, ફણગાવેલા કઠોળ અને શાકભાજી ખાવા. આ દિવસે ટામેટા નું સેવન ના કરવું. સાત મોં દિવસે: તાજા ફળોનું જ્યુસ નું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈઝ, અડઘી રોટલી અને મનપસંદ કોઈ પણ શાક લઈ શકો. અને વઘારે પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ.
તમે પણ તમારા 7 દિવસના આ ડાયટ નો ઉપયોગ કરીને ચોક્કસ વજન ઘટાડવામાં સફળ થઈ શકશો. આ ડાયટ પ્લાન નો ઉપયોગ કરશો તો તમે શરીરમાં પૂરતા પોષક તત્વો મળી રહેશે. અને તમારા શરીરમાં નબળાઈ દૂર થશે.