આજના સમયની ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીને કારણે વજન વધતું એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વજન ઘટાડવા માટે દરેક લોકો જુદા જુદા પ્રયત્નો કરી રહ્યા હોય છે પરંતુ ઘણા ઓછા લોકો ને રીઝલ્ટ મળે છે. જો તમે પણ વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમારા માટે પાણી દવા તરીકે કામ કરી શકે છે.

તમને જણાવીએ કે પાણી કરતાં વધારે સારી રીતે બીજી કોઈ વસ્તુ વજનને નિયંત્રિત નથી કરી શકતી. દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી અથવા બે લીટર પાણી પીવાથી તમારું વજન નિયંત્રણમાં જ રહે છે અને તેની સાથે સાથે શરીર પણ અંદરથી સાફ રહે છે.

વજન ઘટાડવા માટે પાણી : જ્યારે તમે સાદા પાણીની સાથે દેશી મસાલા અને ઔષધિઓને મિક્સ કરો છો તો તે પાણી પોષણથી ભરપૂર બને છે. જો કે મોટાભાગના લોકો શરીરને ડીટોક્સ કરવા માટે જુદા જુદા ફળો અને શાકભાજીને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું પસંદ કરે છે. તમે બીજી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. તો આવો જાણીએ.

લીંબુ પાણી : લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે જે બધા લોકો જાણે જ છે. લીંબુ પાણી પીવાથી આપણા શરીરને ખુબજ ફાયદો થાય છે. આ પાણી વજન ઓછું કરવા માટે ફાયદાકારક છે. આ માટે સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવીને, લીંબુ પાણી બનાવી અને તે પાણી પીવાથી તમારું વજન ઘટી શકે છે.

જીરું પાણી : જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ દરેક ભારતીય વાનગીમાં થાય છે. જીરુંમાં ઓછી કેલરી હોય છે અને પાચનમાં સુધારો કરે છે. જીરું ચયાપચયને વેગ આપે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. પાણીમાં એક ચમચી જીરું મિક્સ કરીને આખી રાત રાખો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને પી જાઓ. આ ડ્રિન્ક પીવાથી વજન ઘટે છે.

નારિયેળ પાણી : વજન ઘટાડવા માટે વર્કઆઉટ પછી નારિયેળ પાણી પીવું શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. નારિયેળ પાણી પીવાથી શરીર દિવસભર એનર્જેટિક રહે છે. આ ઉપરાંત ભૂખ ઝડપથી લાગતી નથી. આ માટે રોજ નારિયેળ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

વરિયાળીનું પાણી : ખાસ કરીને વરિયાળીનો ઉપયોગ જમ્યા પછી ખવાતો મુખવાસમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તે વજન ઘટાડવામાં પણ વરિયાળી મદદ કરી શકે છે?. રાત્રે એક ચમચી વરિયાળીને પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તે પાણી પી જાઓ. તમે દિવસમાં બે વાર ચા પીવાના બદલે સવારે – સાંજ આ પાણી પી શકો છો.

આદુ પાણી : આદુનો ઉપયોગ સામાન્ય રીતે ચામાં વધારે કરવામાં આવે છે. જો કે આદુ ચામાં સ્વાદ વધારવાની સાથે સાથે તમારું વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. સવારે ખાલી પેટ આદુનું પાણી પીવાથી તમારું વજન ઓછું થઇ શકે છે. સંશોધન મુજબ સ્થૂળતા શરીરમાં ઓક્સિડેટીવ તણાવ અને સુજનનું કારણ બને છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *