વધુ પડતું વજન વ્યક્તિના શરીરનો આકાર બગાડે છે. વજન વધુ તે વ્યક્તિ ની કેટલીક ખરાબ કુટેવો અને પરિશ્રમ વગર ની બેઠાળુ જીવન જીવવાની જીવન શૈલી હોવાના કારણે વજન માં વધારો થતો હોય છે.
આજે મોટાભાગના લોકો મોટાપાના શિકાર હોય છે. તમને જણાવી દઉં કે મોટાપો વધુ હોવાના કારણે આયુષ્ય 5 વર્ષ ઓછું થઈ જાય છે. આ માટે વજન ને ઓછું રાખવું ખુબ જ જરૂરી છે. આ માટે ઘણા લોકો વજન ઓછું કરવા માટે જિમ માં જતા હોય છે.
વધુ વજન ને ઓછું કરવા માટે નું એક સુપર ડ્રિન્ક વિષે જણાવીશું, આ ડ્રિન્કનું સેવન કરવાથી વધુ પડતી જિમ માં કસરત કર્યા વગર જ વજન ઓછું થઈ શકશે. તો ચાલો જાણીએ ડ્રિન્ક કઈ રીતે અને ક્યારે પીવું જોઈએ તેના વિષે જણાવીશું.
ડ્રિન્ક બનાવવા માટે ની સામગ્રી: એક ગ્લાસ પાણી, એક ચમચી અજમો, એક લીંબુ અને એક ચમચી મઘ, ચાર કાળા મરી આટલી વસ્તુનું જરૂર પડશે.
ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા એક પેન માં એક ગ્લાસ પાણી લઈ લો, ત્યારબાદ તેમાં એક ચમચી અજમો ઉમેરો અને 7-8 કલાક માટે ઢાંકીને રહેવા દો.
હવે રાતે સુવાના એક કલાક પહેલા તે પાણીમાં કાળા મરીનો પાવડર ઉમેરો અને ગેસ પર મૂકીને પાંચ મિનિટ સુઘી ઉકાળવાનું છે. ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારબાદ ગાળીને એક ગ્લાસમાં નીકાળી લો, હવે તેમાં એક લીંબુનો રસ અને એક ચમચી દેશી મઘ મિક્સ કરીને સારી રીતે હલાવો. આ ડ્રિન્ક પીવા માટે તૈયાર થઈ ગયું છે.
પેટની ચરબી અને વજન ને ઓછું કરવા માટે રાત્રે સુવાના એક કલાક પહેલા આ ડિન્કને પી જવાનું છે. આ ડ્રિન્ક પીવાથી વધી ગયેલ કમર અને પેટની ચરબી થોડા જ દિવસમાં ઓછી થવા લાગશે. આ માટે ચરબી અને વજન વધુ હોય તેમના માટે આ ડ્રિન્ક રામબાણ સાબિત થશે.
વજન ઓછું કરવું હોય તો આ ડ્રિન્ક પીવાની સાથે રોજિંદા લાઈફસ્ટાઈલ માં પણ બદલાવ લાવવો જોઈએ. આ માટે દિવસ દરમિયાન બે ગ્લાસ હૂંફાળું પાણી પીવું, 10-12 ગ્લાસ પાણી પીવું, ચરબી યુક્ત આહાર ખાવાનું ટાળો, રાતે હળવું ભોજન કરવું, ભોજન પછી સુવાની ટેવ છોડવી, ભોજન પછી થોડો સમય ચાલવું, સવારે હળવી કસરત અને યોગા કરવા. જો તમે આ આટલી વસ્તુનું ઘ્યાન રાખશો તો ચોક્કસ જિમ માં ગયા વગર જ વજન ઓછું થઈ જશે.