આજે તમને વજન ઘટાડવા માટે ઘરેજ કેવી રીતે ડ્રિન્ક બનાવીને પી શકો ચો તે વિષે જણાવીશું. વજન ઘટાડવા માટે આપણે જીમ, એક્સરસાઇઝથી લઈને ડાયેટિંગ સુધી બધું જ કરીએ છીએ, પરંતુ ઘણી વખત આપણને જોઈએ તેવું પરિણામ મળતું નથી.
વાસ્તવમાં વજન ઓછું કરવું સહેલું છે પણ પેટની લટકતી ચરબી ઘટાડવી એટલી સરળ તો નથી પણ તમે વિચારો છો તેમ અશક્ય પણ નથી. વધુ પડતું વજન ન માત્ર આપણો દેખાવ બગાડે છે, પરંતુ વધુ પડતું વજન અનેક રોગોનું કારણ પણ બની શકે છે.
જો તમે પણ તમારા વધતા વજન અને લટકતા પેટથી પરેશાન છો, તો તમારા માટે આ માહિતી ઉપયોગી સાબિત થઇ શકે છે. આજે અહીંયા તમને એવા જ ડ્રિંક વિશે જણાવી રહ્યા છીએ જેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તો ચાલો જાણીએ આ ડ્રિન્ક વિષે.
કોથમીર: રસોડામાં રહેલી કોથમીર માત્ર ખાવાનો સ્વાદ વધારવામાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ધાણામાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે વજન ઘટાડવામાં અને પેટની ચરબી દૂર કરવામાં મદદ કરી શકે છે.
જીરું: જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. દરેકના રસોડામાં જીરું જોવા મળે છે. જીરામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ અને કોપર જેવા ગુણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
વરીયાળી: વરિયાળીનો ઉપયોગ ખોરાકની સુગંધ વધારવા સાથે સ્વાદમાં વધારો કરવા સાથે માઉથ ફ્રેશનર તરીકે થાય છે. વરિયાળી પાચનક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેથી આપણે તેનો મુખવાસ બનાવીને ખાઈએ છીએ. વરિયાળીનું સેવન કરીને પણ વજન ઘટાડી શકાય છે.
હવે જાણીએ વજન ઘટાડવા માટે ડ્રિંક કેવી રીતે બનાવવું: ધાણા, જીરું અને વરિયાળીમાંથી બનેલું આ ડિટોક્સ ડ્રિન્ક શરીરની હઠીલા ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ પીણું બનાવવા માટે પહેલા આ ત્રણ વસ્તુઓને આખી રાત પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે તેને ઉકાળો, ગાળી લો અને ઠંડુ થયા પછી પી લો. તમે તમારા સ્વાદ અનુસાર કાળું મીઠું અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.