આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મહિલાઓ ઓફિસ કામ અને ઘરની જવાબદારીઓ વચ્ચે એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે તેમને કસરત કરવા માટે સમય જ બચતો નથી. સમય વગર ખાવા અને સૂવાને કારણે શરીર પર ચરબી જમા થવા લાગે છે અને શરીર ધીમે ધીમે ગોળ લાગે છે અને તમારી જોડે રહેલા ડ્રેસ, બ્લાઉઝ, સ્કર્ટ છે જે બિલકુલ ફીટ થતા નથી.

હવે જીમમાં જઈને કલાકો સુધી કસરત કરીને વજન નિયંત્રિત કરવું સરળ નથી, પરંતુ તમે તમારા વધેલા વજનને ઘરે પણ નિયંત્રિત કરી શકો છો. તમારા એકંદર સ્વાસ્થ્ય માટે કસરત કરવી મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે.

સામાન્ય રીતે હાથ, પેટ, કમર અને જાંઘ પર વધારાની ચરબી જમા થવા લાગે છે. તમે કસરત દ્વારા તમારી ચરબી ઓગાળી કરી શકો છો પરંતુ તમારે કસરતની સાથે તમારા આહાર પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તમારા આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે.

તો શું યોગ્ય આહાર ખાઈને બે મહિનામાં 5 કિલો વજન ઘટાડી શકાય છે ખરા? આ પ્રશ્નનો જવાબ છે, દરેકની શરીરની રચના અલગ-અલગ હોય છે. કેટલાક લોકો કસરતકર્યા વગર જ માત્ર આહારના આધારે વજન ઘટાડે છે, કેટલાક લોકો ફક્ત 30 મિનિટ ચાલીને પણ વજન ઘટાડે છે અને કેટલાકને આ બે પછી કર્યા પછી પણ વજન ઓછું કરવું મુશ્કેલ લાગે છે.

તમારા માટે બે મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે પરંતુ જો તમારા શરીરને યોગ્ય શક્તિ મળે અને તે યોગ્ય રીતે કામ કરે તો જ. આહાર અને કસરતનું સંતુલન હોવું જોઈએ અને તમારે બંને બાબતોનું નિયમિતપણે પાલન કરવું જોઈએ. હવે તમે ઘરે કઇ કસરત કરીને 5 કિલો વજન ઘટાડી શકો છો, તો આ લેખ ને પૂરો વાંચો.

1. ઈન્ટરવલ રનિંગ (નિચ્છીત સમય દોડવું ) : જેમાં તમારે ચોક્કસ સમય માટે ફૂલ ઝડપે દોડવાનું હોય છે. આ સમય 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધીનો પણ રાખી શકાય છે. તે પછી તમે ધીમે ધીમે ચાલો, શ્વાસ લો અને પછી શ્વાસ દોડો. જો કે તમે આ કસરત ઘરની નજીક પાર્કમાં પણ કરી શકો છો.

કસરત શરૂ કરતા પહેલા વોર્મ અપ જરૂર કરો. સૌથી પહેલા 30 સેકન્ડ ચાલો અને પછી 2 મિનિટ સુધી ઝડપથી દોડો. પછી તમારી સ્પીડ ઓછી કરો અને લગભગ 30 સેકન્ડ સુધી ચાલો અને ફરીથી દોડો. તમે તેના 2 રાઉન્ડ કરી શકો છો. શરૂઆતમાં સાવચેત રહો અને જો તમને અસ્વસ્થતા અનુભવાતી હોય તો દોડશો નહીં.

2. બર્પીઝ : આ બે ભાગની કસરત છે, જેમાં તમે પુશઅપ્સ સાથે હવામાં કૂદકો લગાવો છો. તે કેલરી બર્ન કરવા માટેની શ્રેષ્ઠ કસરત છે અને સંપૂર્ણ શરીરની કસરત છે. તે તમારા પગ, હિપ્સ, પેટ, હાથ, છાતી અને ખભાના સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે અને તે રક્ત પ્રવાહને સુધારવામાં પણ મદદ કરે છે.

આ કરવા માટે, તમારા ઘૂંટણને વાળીને, પીઠ સીધી રાખીને અને તમારા પગને ખભાના લેવલ રાખીને બેસવાની સ્થિતિમાં આવો. તમારા હાથને આગળ રાખો અને પગ પર વજન મૂકીને ઉપરની તરફ દેડકા કૂદકો મારીને મૂળ સ્થિતિમાં પાછા આવો. હવે એ જ રીતે તમારા શરીરને માથાથી લઈને પગ સુધી સીધું રાખીને પુશઅપ કરો અને પછી સ્ક્વોટ પોઝીશનમાં પાછા આવો. આ કસરતના 3 સેટ કરો અને એક સેટમાં 8-12 પુનરાવર્તનો કરો.

3. દોરડા કુદ : દોરડા કુળવાથી આખા શરીરની કસરત થાય છે. 20-25 મિનિટ દોરડા કૂદવાથી 200 થી 300 કેલરી બળે છે. તે તમારા એબ્સ મસલ્સથી લઈને શરીર, પગ, બધા પર સારી રીતે કામ કરે છે. દોરડા કૂદવાથી તમારા શરીરના તમામ ભાગોની ચરબી ઘટે છે.

દોરડા કૂદવા માટે સીધા ઊભા રહો અને તમારા હાથમાં દોરડું લો. હવે દોરડા કૂદતી વખતે ધ્યાન રાખો કે તમારે તમારા હાથને નહીં પણ તમારા કાંડાને જ ફેરવવાના છે. શરૂઆતમાં 5 મિનિટ સુધી સતત કુદો અને જો તમે તે કરી શકતા નથી તો 2-2 મિનિટનો વિરામ લઈને કુદો. તમે પહેલા 100-100 ના 3 સેટ કરો.

4. ક્રન્ચ : ક્રન્ચ એ એક કોર કસરત છે જે તમારા શરીરના આગળના ભાગમાં મજબૂત કોર બનાવવા અને પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ પેટ, કરોડરજ્જુ, પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમને ફિટ રાખે છે. તે તમારી શરીરના આકારને સુધારવામાં પણ મદદ કરે છે.

આ કરવા માટે પહેલા તમારી કમર સીધી કરીને જમીન પર સૂઈ જાઓ. હવે તમારા માથાના વજનને બંને હાથ પર રાખીને તેને સહેજ મોં ઉપરની તરફ ઉઠાવો. પગને સહેજ ઉંચા કરો અને હાથની મદદથી કમરના ઉપરના ભાગને આગળ કરો. આ રીતે રોકાયા વિના 2-3 મિનિટ કરો. તમે પછી 50 ના 3 સેટ કરો.

હવે તમે પણ જીમમાં ગયા વગર આ કસરતો કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમને પીઠમાં કોઈ ઈજા હોય તો તે આ કસરત કરવાનું ટાળો. કસરત કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.

અમે આશા રાખીએ છીએ કે આ કસરતો તમને વજન ઘટાડવામાં ચોક્કસ મદદ કરશે. આ સિવાય જો તમને આવા લેખ પસંદ છે તો ગુજરાતફિટનેસ સાથે જોડાઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *