શરીરમાં જ્યાં ચરબી જમા થઈ ગઈ હોય, તો તેનું સોલ્યુશન ઇન્ટરનેટ પર નહીં પરંતુ તમારા રસોડામાં છે. જો કે, વજન ઘટાડવા માટે ઘણી દવાઓ, સપ્લીમેન્ટ્સ બજારમાં મળે જ છે. પરંતુ નિષ્ણાતો સ્થૂળતા ઘટાડવા માટે માત્ર કુદરતી પદ્ધતિઓ અપનાવવાની ભલામણ કરે છે.
આમાં બહારના પેકેજ્ડ ફૂડને ટાળવું, ગ્રીન ટીનું સેવન, પ્રોબાયોટીક્સ, નિયમિત કસરત સાથે સ્વસ્થ અને સંતુલિત આહાર અને પૂરતી ઊંઘનો સમાવેશ થાય છે. ન્યુટ્રિશનિસ્ટ ખ્યાતિ રૂપાણીએ પણ આવા જ વજન ઘટાડવાના કુદરતી અને ઘરગથ્થુ ઉપાયો જણાવ્યા છે.
તેણીએ વજન ઘટાડવા માટે રસોડામાં ઉપયોગમાં લેવાતા કેટલાક ખોરાકને સુપરફૂડ તરીકે વર્ણવ્યું છે. તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, આવી કેટલીક વસ્તુઓની માહિતી આપી છે, જે ન માત્ર તમારા વજન ઘટાડવાના કામને સરળ બનાવે છે, પરંતુ ડાયાબિટીસને નિયંત્રિત કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ કામ કરે છે. તો આવો જાણીએ રસોડામાં રહેલી વસ્તુઓ વિષે.
View this post on Instagram
તજ : તજમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે , જે વજન ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ન્યુટ્રિશનિસ્ટ દરરોજ 1 ગ્લાસ પાણી સાથે 1/2 ચમચી તજ પાવડર પીવાની ભલામણ કરે છે. આનાથી માત્ર વજન ઘટાડવા પર જ નહીં પરંતુ ડાયાબિટીસ સહિત સમગ્ર સ્વાસ્થ્ય પર ખૂબ જ સકારાત્મક અસર જોવા મળી છે.
કસુરી મેથી : કસુરી મેથી ફાઇબર અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે, પરંતુ પોષણમાં પણ અનેકગણો વધારો થાય છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓ , હૃદયના દર્દીઓ અને સ્થૂળતાથી પીડિત લોકોને તેમના આહારમાં કસૂરી મેથી ખાવાની સલાહ આપે છે.
હળદર : હળદરનો લાંબા સમયથી ભારતીય રસોડામાં અને આયુર્વેદમાં ઔષધીય રીતે મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલું કર્ક્યુમિન ફેટ ટિશ્યુ ગ્રોથને દબાવવાનું કામ કરે છે. તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને અને ઇન્સ્યુલિન પ્રતિકારને અટકાવીને વજન ઘટાડવામાં મદદ કરે છે .
તલ : તલના બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે . ઉપરાંત, તેનું નિયમિત સેવન બ્લડ સુગર અને મેદસ્વીપણાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
મીઠા લીમડાના પાન : મીઠા લીમડાના પાન તમારી ત્વચા, વાળ અને એકંદર આરોગ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તેમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, વિટામિન B2, કેલ્શિયમ અને આયર્ન હોય છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે મીઠા લીમડાના પાંદડાને નિયમિત રીતે ચાવવાથી કે ખાવાથી કેલરી બર્ન થાય છે અને સ્થૂળતા અટકાવવામાં મદદ મળે છે. મીઠા લીમડાના પાંદડાઓમાં મહાનિમ્બાઈન હોય છે, જે સ્થૂળતા વિરોધી અને લિપિડ ઘટાડતી અસરો સાથેનો આલ્કલોઇડ છે.