આજે દુનિયાભરમાં વધતા વજનના કારણે લોકો પરેશાન છે. વધતા વજનને કારણે વ્યક્તિ માત્ર સ્થૂળતાનો શિકાર નથી થતો, પરંતુ સ્થૂળતાને કારણે તે ઘણી બીમારીઓની ચપેટમાં આવે જાય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના વધેલા વજનને ઓછું કરવા માંગે છે. પરંતુ આ માટે ઘણા લોકોમાં જીમમાં કે કસરત કરી શકતા નથી.
પરંતુ શું તમે જાણો છો કે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તમે તમારા શરીરનો જૂનો આકાર પાછો મેળવી શકો છો. જો તમે વિચારી રહ્યા હોવ કે આ કેવી રીતે શક્ય છે, તો અમે તમને જણાવીએ છીએ કે તમારે તમારા આહારમાં કેટલાક ફેરફારો કેવી રીતે કરવા પડશે; જેના કારણે તમારું શરીર સ્લિમ થઈ જશે. તો આવો જાણીએ.
ખોરાક ધીમે-ધીમે લો: ઘણા લોકો માત્ર 3 થી 5 મિનિટમાં જમીને ઉભા થઇ જાય છે. આવા લોકો ખાવામાં ઉતાવર કરે છે અને ખોરાકને મોઢામાં ચાવ્યા વગર સીધો ઉતારી લેછે. જેના કારણે તેમના શરીરમાં ખોરાક બરાબર પચતો નથી અને વજન વધવા લાગે છે.
તમને જણાવીએ કે ઘણા અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે જે લોકો આરામથી ખાય છે, તેઓ અન્ય કરતા ઓછી કેલરી લે છે. ધીમે ધીમે ચાવીને ખાવાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને તેના પોષકતત્વો પણ શરીરને પુરા મળે છે. તેથી તમારો ખોરાક ઓછામાં ઓછો 28 વખત ચાવો.
પાણીનું સેવન વધારવુંઃ સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો આખા દિવસમાં બહુ ઓછું પાણી પીવે છે અથવા શરીરને ફાયદો કરવા માટે માત્ર થોડા ગ્લાસ પાણી પીવે છે. સૌથી પહેલા જો તમારે વજન ઓછું કરવું હોય તો જમતા પહેલા પાણી પીવો જેથી તમને ભૂખ ઓછી લાગશે.
આ ઉપરાંત તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 8 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઉપરાંત, જો તમે કોફી, કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ વગેરે પીતા હોવ તો તેનાથી દૂર રહો. આના કારણે વધારાની શુગર શરીરમાં જશે નહીં અને પાણી પીવાથી શરીર હંમેશા હાઇડ્રેટ રહેશે.
વધુ આથો ખાવો: આથોવાળા ખોરાકમાં બેક્ટેરિયા હોય છે જે આંતરડાને સ્વસ્થ રાખે છે. આ માટે તમે તમારા આહારમાં પનીર, દહીં, ઈડલી, અપ્પમ, ઢોકળા અથવા બ્રેડનો સમાવેશ કરી શકો છો.
વધુ ફાઈબર ખાઓઃ વજન ઘટાડવામાં ફાયબરનો મોટો ફાળો છે. પેટ ભરેલું રાખવાની સાથે તે ભૂખ ઓછી કરવામાં પણ મદદ કરે છે. તેથી, ઉચ્ચ ફાઇબર સ્ત્રોતો ખાઓ જેમ કે: આખા અનાજ, ફળો, લીલા શાકભાજી, એવોકાડો, મસૂર અને ચિયા બીજ.
હેલ્ધી ફેટ ખાઓઃ સવારના નાસ્તામાં વધુ પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. પ્રોટીન ચયાપચય સુધારે છે. સવારના નાસ્તામાં સરળતાથી પચી જાય તેવો આહાર લો.