કોઈ પણ માણસને વધતું વજન ખૂબ જ પરેશાન કરે છે. વજન વધવાથી શરીર આળસુ બની જાય છે. વજન વધે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે જેમ કે ચાલવામાં તકલીફ પડે, કપડાં પહેરવામાં ધ્યાન આપવું પડે વગેરે.

શરીરની મોટાભાગની ચરબી કમર અને પેટની આસપાસ જમા થાય છે. પેટની ચરબી શરીરને અસ્વસ્થ બનાવે છે અને શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે. વજન વધવાથી વધવાથી ડાયાબિટીસ, થાઈરોઈડ, હૃદયની સમસ્યા અને બ્લડ પ્રેશરની બીમારીઓનું જોખમ વધી જાય છે.

શરીરને રોગોથી બચાવવા માટે વધતું વજન અટકાવવું ખુબજ જરૂરી છે. વજન વધારવા માટે માત્ર તમારો નબળો ખોરાક જ જવાબદાર નથી, પરંતુ અન્ય ઘણા કારણો જવાબદાર છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર પેટની ચરબી વધે છે.

1) વ્યાયામ ન કરવોઃ શરીરને સ્વસ્થ્ય રાખવા માટે કસરત અને વ્યાયામ કરવો ખુબજ જરૂરી છે. આપણી નિષ્ક્રિય જીવનશૈલી પેટની આસપાસની વધારાની ચરબી માટે જવાબદાર છે. જો આપણે વધુ કેલરીનું સેવન કરીએ છીએ પરંતુ આપણે તેને બર્ન કરી શકતા નથી તેથી સ્થૂળતામાં ઝડપથી વધારો થાય છે.

2) ખોટો આહારઃ ખરાબ આહાર સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ છે. આહારમાં તેલયુક્ત ખોરાક અને જંક ફૂડનો સમાવેશ કરવાથી પેટની ચરબી ઝડપથી વધે છે. સ્થૂળતા ઘટાડવા માટે પ્રોટીન, ઉચ્ચ કાર્બ, ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક ચરબીના ચયાપચયને અસર કરે છે. ખોરાકમાં પ્રોટીનનું સેવન કરવાથી સુધી ભૂખ લાગતી નથી અને વજન ઝડપથી ઘટાડી શકાય છે.

3) દારૂનું વધુ પડતું સેવનઃ કોઈ પણ માણસ દારૂ પીવે છે તો તેના પેટની આસપાસ ચરબી વધવા લાગે છે. તમને જણાવીએ કે દારૂના સેવનથી ભૂખ વધે છે. આલ્કોહોલનું વધુ સેવન કરવાથી થોડાજ સમયમાં પેટના ફૂલવાની સમસ્યા વધવા લાગે છે.

4) તણાવ: જ્યારે પણ કોઈ વ્યક્તિ વધુ તણાવમાં હોય છે, ત્યારે તેની અસર તેના ચયાપચય પર થાય છે. તણાવના સમયમાં, લોકો આરામ માટે વધુ ખોરાક લેવાનું પસંદ કરે છે. કોર્ટિસોલ પેટની આસપાસ તે વધારાની કેલરીના જમા થવાનું કારણ બને છે.

5) પૂરતી ઊંઘ નો અભાવ અને ખરાબ ઊંઘઃ પૂરતી ઊંઘ ન લેવાને ​​કારણે વજન ઝડપથી વધે છે. અપૂરતી ઊંઘ ખાવાની આદતો પર પણ અસર કરે છે, જે પેટની ચરબી વધારવા માટે જવાબદાર છે.

વજન ઘટાડવા શું કરવું જોઈએ: 1) સમયસર નાસ્તો અને ભોજન: જો તમે દિવસમાં સમયસર નાસ્તો અને ભોજન કરવાની ટેવ પાડો છો તમારું વજન ઘટી શકે છે. તમારે સવારના નાસ્તામાં વધુ પડતો પોષ્ટિક આહાર લેવો, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે વધારે કેલરીવાળો ખોરાક ન લેવો.

2) ગળી વસ્તુ ઓછી ખાવી: જે વસ્તુમાં ખાંડનો ઉપયોગ થાય છે અથવા તો જે વસ્તુ ગળી છે તેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ગળી વસ્તુમાં તમે મીઠાઈ નો સમાવેશ કરી શકો છો. ગળી વસ્તુઓ ઝડપથી તમારું વજન અવ્યવસ્થિત કરી દે છે.

3) તેલવાળી વસ્તુ ઓછી ખાવી: વધુ પડતું બહારનું ખાવાની ટેવ કે તળેલું ખાવાની ટેવ છોડવી જોઈએ. જો તમે વજન ઘટાડવા માટે બધા ઉપાયો કરો છો પરંતુ બહારનું અને તેલયુક્ત ભોજનનું સેવન કરો છો તો તમારું વજન ક્યારેય ઘટશે નહીં.

4) જમ્યા બાદ તરત ન સૂવું: ઘણા લોકો તરત જ સુઈ જતા હોય છે. પરંતુ ખાધા પછી થોડું ચાલવું વધુ ફાયદાકારક સાબિત થાય છે. ચાલવાથી તમે પેટની ચરબી ઘટાડી શકાય છે.

5) સવારે ગરમ હૂંફાળું પાણી પીવો: દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી તમારું પેટ સારી રીતે સાફ થઇ જાય છે જે વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *