આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

તમે વજન અને પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ જીમમાં જતા હશો અથવા દરરોજ યોગ કરતા હશો, તેમ છતાં આ બધાની વચ્ચે પણ જો તમારું વજન ઓછું થઈ રહ્યું નથી, તો તમારી જીવનશૈલીમાં કંઈક એવી ખામી રહેલી છે, જે તમારું વજન ઓછું થવા નથી દેતું. તમને જણાવી દઈએ કે તમે વજન ઘટાડવા માટે ગમે તેટલું દોડી શકો છો કે પરસેવો પાડી શકો છો.

પરંતુ જો તમારી જીવનશૈલી ખોટી હશે તો તે તમને તમારું વજન ઓછું કરવા દેશે નહીં. તો જો તમારે ખરેખર વજન ઓછું કરવું છે તો સૌ પ્રથમ તમારી જીવનશૈલીમાં આ લેખમાં જણાવેલી ત્રણ વસ્તુઓને બદલો. આ ત્રણ આદતોની મદદથી તમે ડાયેટિંગ અને એક્સરસાઇઝ કર્યા વગર જ માત્ર 7 દિવસમાં વજન ઘટાડી શકો છો.

1. તમારા આહારમાં ફેરફાર કરો : જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો સૌથી પહેલા તમારા આહારમાં ફેરફાર કરો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મહિલાઓ પાતળા થવા માટે ભૂખ્યા રહે છે. જો કે, ભૂખ્યા રહેવાથી વજન ઘટતું નથી પણ પેટમાં ગેસ બને છે, જેનાથી ક્યાંક ચરબી પણ વધે છે. જેના કારણે પેટ હંમેશા ફુલેલું ફૂલેલું લાગે છે.

જો નિષ્ણાતોનું માનીએ તો તમારે દિવસમાં 4 થી 5 વખત થોડું થોડું ભોજન લેવું જોઈએ. રોજે પ્રયત્ન કરો કે તમને ભૂખ લાગે તેનાથી અડધું જ ખાવાનો પ્રયત્ન કરો. આનાથી તમારી ભૂખ દૂર થશે અને પેટ પણ ભરેલું લાગશે નહીં. આ સિવાય, ઝડપી વજન ઓછું કરવા માટે તમારે તમારા ખોરાકમાં વધુને વધુ પ્રોટીન, ઝિંક, ફાઈબર અને ઓમેગા 3 લેવું જોઈએ.

2. ખાવાનો યોગ્ય સમય નક્કી કરો : અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, સામાન્ય રીતે લોકોને લંચ લેવાનો યોગ્ય સમય ખબર જ હોતો નથી. તે ગમે ત્યારે સમય મળે ત્યારે લંચ કરે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે બપોરના કોઈપણ સમયે લંચ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે બપોરે ત્રણ વાગ્યા પછીનો લંચનો સૌથી ખરાબ સમય હોય છે. તે તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને ખુબ જ ધીમી કરી દે છે. અભ્યાસ અનુસાર, બપોરના ભોજનની સીધી અસર શરીરમાં રહેલા પેરીલીપિન પ્રોટીન પર જોવા મળે છે. તે માનવ કોષોમાં જોવા મળે છે.

આ પ્રોટીન ચરબી બર્ન કરવાની પ્રક્રિયા માટે પણ ખુબ જ જરૂરી હોય છે. ખાસ કરીને જો જેઓ ત્રણ વાગ્યા પછી લંચ કરે તો તેઓનું ક્યારેય પાતળા થવાનું સપનું પૂરું થતું નથી. ખાસ કરીને જે સ્ત્રોનું વજન પહેલેથી જ સામાન્ય કરતા વધારે છે, તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે 3 વાગ્યા પહેલા લંચ કરી લેવું જોઈએ.

તમને જણાવીએ કે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અન્ય અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તમે કેટલું હેલ્દી ખાઓ છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે યોગ્ય સમયે ખાઓ છો કે નહીં તે ખુબ જ મહત્વનું સાબિત થાય છે. તેની સીધી અસર તમારા શરીરની ચરબી પર પડે છે. જો તમે દરરોજ યોગ્ય સમયે ભોજન કરો છો તો તે તમારી સર્કેડિયન રીધમને બેલેન્સમાં રાખે છે.

યોગ્ય સમયે ખાવાથી તમારા મેટાબોલિક રેટને પણ વધારે છે જે તમારા શરીરનું વજન ઝડપથી ઘટાડે છે. જો તમારે સવારે નાસ્તો કરવો હોય તો તમારે રોજે સવારના 6 થી 10 વાગ્યાની વચ્ચે કરી લેવો જોઈએ. આ સાથે જ તમારે બપોરનું ભોજન 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા ની વચ્ચે કરી લેવું જોઈએ અને રાત્રિભોજન 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે કરવું જોઈએ.

3. ઝડપી ચાલવાની આદત પાડો : તમે ક્યાંક તો વાંચ્યું જ હશે કે ચાલવાના ઘણા બધા ફાયદા છે. હવે તો ડોકટરો પણ કહે છે કે દરરોજ 30 થી 45 મિનિટ ચાલવાથી શરીરમાં જાદુઈ ફેરફાર થાય છે. ચાલવું મહિલાઓ માટે તો ખુબ જ સારું છે. ખાસ કરીને જો તે ઝડપથી ચાલવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આનાથી તમારું વજન તો ઘટશે જ સાથે સાથે તમને બીજા પણ ઘણા ફાયદા થશે. વજન ઘટાડવા માટેની આ એક સૌથી સારી અને સરળ કસરત છે. તેનાથી આખા શરીરને કસરત મળે છે અને ચરબી ઝડપથી બર્ન થાય છે. શરીરની પાચન શક્તિ વધે છે અને મન ચુસ્ત રહે છે. ચાલવાથી બોડી રિલેક્સ થાય છે અને સારું પણ લાગે છે.

તમને જણાવીએ કે ઝડપી ચાલવાથી હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘણું ઓછું થાય છે. ઝડપી ચાલવાથી હાડકા પણ મજબૂત બને છે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ સતત ચાલવું જોઈએ. જો કે, ચાલવાની ઝડપ વ્યક્તિની ઉંમર, લંબાઈ અને જગ્યા પ્રમાણે બદલાઈ શકે છે.

જે લોકો ઊંચા છે તેઓ ઝડપથી ચાલી શકે છે પરંતુ જે લોકોને ચાલવાની આદત નથી તેઓ 2 થી 3 કિલોમીટર થી શરૂઆત કરીને પછી અંતર વધારી શકે છે. પહેલા જ દિવસે વધારે ચાલવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં, એટલે જે મહિલાઓ 45 થી 50 વર્ષની ઉંમરે ચાલવાનું શરૂ કરે છે તેણે 1 થી 2 કિલોમીટર થી શરૂઆત કરવી જોઈએ.

સગર્ભા સ્ત્રીઓ માટે પણ ચાલવું એટલું જ ફાયદાકારક છે, તેથી ગર્ભવતી મહિલાઓ દરરોજ 1 થી 3 કિમી ચાલે છે તો તે તેમના સ્વાસ્થ્ય માટે સારું છે. ધ્યાન રાખો જ્યાં સુધી શરીરમાં તમને પરસેવો ન આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ રાખો, નહીંતર ચાલવાનો કોઈ ફાયદો થતો નથી. જો હવામાન સારું હોય તો બની શકે કે તમને પરસેવો ન આવે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *