હેલો દોસ્તો, ઘણા બધા લોકો વજન વધારે હોવાના કારણે પરેશાન હોય છે. વધારાની ચરબીના કારણે કામ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. આજે હું તમારા માટે વજન ઓછું કરવા અને વધારાની ચરબી દૂર કરવાના ખુબ જ સરળ અને કુદરતી ઉપાય જણાવીશું.
તમારે સવારે ઉઠીને દરરોજ ખાલી પેટ ટામેટા ખાવા. વિટામિન, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે આ ટામેટા. તમે દરરોજ ટામેટાને આહારમાં સલાડ તરીકે લઈ શકો છો. અથવા તો તેનો સૂપ બનાવીને પણ પી શકો છો. દરરોજ એક ગ્લાસ ટામેટાનો જ્યૂસ પીવાથી વજન ધટાડવામાં મદદરૂપ થાય છે.
દરરોજ એક ગ્લાસ પાણી માં 2-3 ચમચી લીંબુનો રસ, 1/4 ચમચી કાળા મારી પાવડર અને 1-2 ચમચી મધ મિક્સ કરો. દરરોજ સવારે આ આ પાણી પીવાથી તમને 3-4 મહિના માં તમારું વજન અને ચરબી બંને ઓછું થઈ જશે. અને તમારી બોડી સ્લિમ અને ફિટ થઇ જશે.
ગાજર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ,ફોસ્ફરસ જેવા અન્ય ખનીજો અને પદાથો આવેલા છે. જે જાદુઈ ગુણધર્મો ધરાવે છે. માટે દરરોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી જાડાપણાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગાજર ને તમે સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
વજન ઘટાડવા માટે કોબી નું સેવન કરવું પણ ખુબ જ ઉપયોગી છે. કોબીનું સેવન તમે સલાડ તરીકે પણ કરી શકો છો. કોબી ખુબ જ સરળતાથી પચી પણ જાય છે.
એક પેન માં એક ગ્લાસ પાણી લો, થોડું આદુ અને થોડા લીંબુ ના ટુકડાને નાખીને થોડું ઉકાળો. ત્યારબાદ તેને એક વાટકીમાં ગાળી લો. આ રીતે થોડા દિવસ આ પાણી પીશો તો તમે થોડા જ દિવસ જે મોટાપાની સમસ્યા છે, તે ધીરે ધીરે દૂર થઇ જશે.
તમે આહારમાં સફરજન, અંજીર, દ્રાક્ષ, અનનાસ, ફેન્સ બીન્સ, જામફળ જેવા ફળોનો સેવન કરવું. તેઓ વજન ધટાડવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
ગ્રીન ટી : ગ્રીન ટી ના સેવન થી ગમે તેવા મોટાપાને દૂર કરી શકે છે. માટે તમારે દરરોજ ગ્રીન ટી પીવાનું ચાલુ કરી જ દેવું જ જોઈએ. જે જલ્દીથી વજન ધટાડવામાં મદદરૂપ થશે.
આ લેખમાં જણાવેલ કુદરતી અને ખુબ જ દેશી ઉપાય બતાવીયા છે. જે તમારી ચરબી ને ઘટાડીને વજન ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી ટિપ્સ સાબિત થાય. અમે આશા રાખીએ છીએ કે દરેક આ ટિપ્સ ફોલો કરી ને ચરબી ઓછી કરે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.