ઘણા લોકો સવારે ઉઠ્યા પછી થાક અનુભવે છે. આ થાક તમને આખો દિવસ રહે છે , જેના કારણે સુસ્તી, આળસ, નિષ્ક્રિય રહેવું વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાનું સમાધાન કેટલાક એનર્જી વધારતા ખોરાકમાં છુપાયેલું છે.
જો તમને પણ સવારે એનર્જીનો અભાવ લાગે છે, તો ઘણા પ્રકારના કુદરતી ખોરાક ખાઈને શરીરમાં એનર્જી લેવલને વધારી શકે છે. આ એવા ખોરાક છે જે તમને તરત જ એનર્જીથી ભરપૂર કરી શકે છે.
ઓટ્સ ખાવાથી શરીરમાં એનર્જી વધે છે: પ્રકાશિત એક અહેવાલ અનુસાર, જો તમે સવારે ઓટ્સનું સેવન કરો તો તમારા શરીરમાં તાત્કાલિક એનર્જી આવી જાય છે કારણકે ઓટ્સ માં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા પોષક તત્વો હોય છે, જે સ્વસ્થ શરીર માટે જરૂરી છે. ઓટ્સ ખાવાથી શરીરને એનર્જી અને સ્ટેમિના તો મળે જ છે સાથે સાથે હૃદય પણ સ્વસ્થ રહે છે અને તે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
ખજૂર: ખજૂરમાં કુદરતી શર્કરાનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમને દિવસમાં ઝડપી ઊર્જાની જરૂર હોય, તો બીજી વસ્તુ ખાવાના બદલે 3 થી 4 પેશી ખજૂરની ખાઈ લો. ખજૂરમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત આયર્ન, મેંગેનીઝ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જેથી તેને ખાવાથી શરીરમાં એનર્જી આવી જાય છે..
એવોકાડો: ઘણા લોકો એવોકાડોનું સેવન ખુબ ઓછું કરે છે, પરંતુ જો તમારે ઈન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય તો એવોકાડો ફળ ખાવાનું શરૂ કરો. આ સાથે એવોકાડો શરીરને વિટામિન A, E જેવા ઘણા જરૂરી વિટામિન્સ પણ પ્રદાન કરે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
ચિયા સીડ્સ: ચિયા સીડ્સ ફાઈબર તેમજ પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. દરરોજ ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. ચિયા સીડ્સમાં ઓમેગા-3, એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન્સ જેવા કે સી વગેરે હોય છે, જે સ્વસ્થ શરીર અને ઉર્જા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નારિયેળ પાણી: સવારે નારિયેળ પાણી પીવાથી તમે દિવસભર સક્રિય અને ઉર્જાથી ભરપૂર અનુભવ કરી શકો છો. શુદ્ધ નાળિયેરનું પાણી કોઈ પણ પાણી કરતાં ડબલ આરોગ્યપ્રદ છે, કારણ કે તે વધુ સારું આઇસોટોનિક પીણું છે. આ પ્રાકૃતિક પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે લોહી ટ્રાન્ફ્યુજન માટે ફાયદાકારક છે.
ઈંડા: ઈંડામાં સૌથી વધુ માત્રામાં પ્રોટીન હોય છે, સાથે જ તે શરીરમાં એનર્જી લેવલ વધારવાનું કામ કરે છે. દિવસની સારી શરૂઆત કરવા માટે તમે નાસ્તામાં ઈંડા ખાઈ શકો છો. ઈંડામાં વિટામિન E, ફોલેટ, B12, થિયામીન, રિબોફ્લેવિન જેવા વિવિધ જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી તત્વો છે.
જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ થાકનો અનુભવ કરો છો તો તમારે અહીંયા જણાવેલી વસ્તુઓનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ. જો તમે માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જણાવો અને આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.