દરેક છોકરીઓ એવું ઈચ્છે છે કે તેમના વાળ લાંબા અને ઘાટા હોય. પરંતુ તે જાણતા નથી કે વાળ માં નિયમિત તેલ લાગવાથી વાળ લાંબા થઈ શકે છે. ઘણા લોકો અલગ અલગ તેલનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે વાળમાં કયું તેલ નાખવું જોઈએ. આપણા વાળને પૂરતું પોષણ મળે તેવા તેલનો ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે જેથી આપણા વાળ લાંબા થઈ શકે છે. માટે આજે અમે આ આર્ટિકલમાં વાળમાં કયું તેલ નાખવું જોઈએ તેના વિશે જણાવીશું.
આપણે બઘા જાણીએ છીએ કે વાળની લંબાઈ વઘારવા માટે પૂરતા પ્રમાણમાં વાળને પોષક મળવું જોઈએ. માટે બદામ તેલ અથવા નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલમાં ભરપૂર પ્રમાણમાં પોષણ મળી રહે છે. જે વાળને લાંબા અને ઘાટા કરવામાં મદદ કરશે.
દરરોજ સ્નાન કરો તેના 3 થી 4 કલાક પહેલા બદામ તેલ અથવા નારિયેળ વાળમાં લગાવી દેવું. શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે નારિયેળ તેલ જામી જાય છે. માટે તમે નારિયેળ તેલની જગ્યાએ બદામ તેલની માલિશ કરવી જોઈએ. જે વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. માટે તમારે નારિયેળ તેલ અને બદામ તેલનો ઉપયોગ વાળમાં કરી શકો છો.
વાળને મજબૂત અને ઘાટા બનાવવા ઉપરાંત વાળને ખરતા અટકાવા માટે ડુંગળીનું તેલ દરરોજ વાળમાં નાખવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. માટે સ્નાન કર્યા પછી વાળ કોળા થઈ જાય પછી વાળમાં તેલ લગાવવું જોઈએ.
વાળને મજબૂત કરવા માટે આહારમાં વિટામિન-બી6, વિટામિન-ઈ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા તત્વોનો સમાવેશ કરવો જોઈએ. વાળમાં યોગ્ય રીતે તેલથી માલિશ કરવામાં આવે તો વૅલ ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે છે.
વાળમાં શેમ્પુ કરવાની ટેવ સારી છે. પરંતુ શેમ્પુનો ઉપયોગ માર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. વઘારે પ્રમાણમાં શેમ્પુ નાખવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા પણ થઇ શકે છે. જો તમારા વાળ પાતળા થતા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં કોઈ બીમારી અથવા વઘારે પ્રમાણમાં દવાનું સેવન કરવાથી પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. જેમકે, નર્સિંગ, મેનોપોઝ, ગર્ભાવસ્થા, ગર્ભનીરોઘક દવા શરીરના પોષક તત્વો અને હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના કારણે વાળ ખરવાનું શરુ થઈ જાય છે.
નાળિયેર તેલ અને ઓલિવ ઓઈલને સરખા પ્રમાણમાં મિક્સ કરો અને તેને ગરમ કરો અને એક ચમચી એરંડાનું તેલ અને 2 થી 3 ટીપા ગુલાબજળના નાખો. આ તેલને વાળના મૂળમાં લાગવાથી વાળ લાંબા, મજબૂત અને ઘાટા થશે.
વાળમાં તેલ લાગ્યા પછી બીજા દિવસે વાળને હર્બલ શેમ્પુથી ઘોઈ દેવા. આ રીતે તેલનો ઉપયોગ કરવાથી એક જ મહિનામાં તમારા વાળ લાંબા અને મજબૂત થઈ જશે.