ખોટી જીવનશૈલી અને અસ્વસ્થ આહારના કારણે વાળ ઉંમર પહેલા સફેદ થઈ જાય છે. કેટલાક લોકોની આઈબ્રોના વાળ પણ સફેદ થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો આઈબ્રોના વાળને કાળા કરવા માટે રંગનો ઉપયોગ કરે છે.

જેના કારણે વાળને વધુ નુકસાન થઈ શકે છે અને વાળ વધુ સફેદ થઇ શકે છે. પરંતુ તમે કેમિકલ આધારિત કલરને બદલે કુદરતી વસ્તુઓની મદદથી આઈબ્રોને કલર કરી શકો છો. તો આવો જાણીએ આ વિશે.

હોમમેઇડ કાજલ સાથે આઇબ્રોને કલર કરો : સફેદ આઈબ્રોને કાળી કરવા માટે તમે ઘરે બનાવેલી કાજલનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઘીનો દીવો પ્રગટાવો. જો તમે ઈચ્છો તો તેમાં કપૂર પણ મિક્સ કરી શકો છો. હવે દીવાને એક નાની વાટકીથી અડધો ઢાંકીને રાખો. થોડા કલાકો પછી બાઉલ દૂર કરો. આઈબ્રોને કલર કરવા માટે તમે આ કાજલનો ઉપયોગ કરી શકો છો.

મેંદીનો ઉપયોગ કરો : સફેદ આઈબ્રોને કાળી કરવા માટે તમે મહેંદીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે નારિયેળ તેલમાં તેની પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણને આઈબ્રો પર લગાવો, 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પ્રક્રિયા દરરોજ કરી શકો છો. જેના કારણે સફેદ વાળ ઓછા થઈ શકે છે.

આમળા પાવડરનો ઉપયોગ કરો : આમળામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જે કુદરતી રીતે વાળને કાળા કરવામાં મદદરૂપ છે. આ માટે આમળા પાવડરમાં બદામનું તેલ મિક્સ કરો. હવે આ પેસ્ટને સફેદ આઈબ્રો પર લગાવો અને થોડા સમય પછી આઈબ્રોને પાણીથી ધોઈ લો. જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો ભમર કાળી થઈ શકે છે.

કોફી પાવડર : ઘણા લોકો તેમના વાળને કલર કરવા માટે કોફીનો ઉપયોગ કરે છે. આની મદદથી તમે સફેદ આઈબ્રોને કાળી કરી શકો છો. આ માટે ગરમ પાણીમાં કોફી પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને આઈબ્રો પર લગાવો.

15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. જો તમે પણ સફેદ થઇ ગયેલા આઈબ્રોના વાળને કાળા કરવા માંગતા હોય તો અહીંયા જણાવેલા ઉપાયો અજમાવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *