નાની ઉંમરે વાળ સફેદ થઇ જવા એ આજના મોટાભાગના લોકોની સમસ્યા બની ગઈ છે. વાળને સફેદ થતા રોકવા માટે લોકો બજારમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ લાવીને ઘણા બધા ઉપાયો કરે છે. પરંતુ આ બજારુ પ્રોડક્ટ્સના કારણે ઘણા લોકોના વાળ વધુ સફેદ થવા લાગે છે. કારણકે આ પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
વાળ સફેદ થવાના ઘણા બધા કારણો છે જેવા કે સારો ખોરાક ન લેવો, પ્રદૂષણ, વધુ પડતું વિચારવું, ઓછી ઊંઘ લેવી જેવા કારણોને લીધે નાની ઉંમરે જ વાળ સફેદ થવાની સમસ્યા થઇ શકે છે. તમને જણાવીએ કે જ્યારે શરીરમાં મેમામાઇનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે વાળ સફેદ થવાની સમસ્યા શરૂ થાય છે.
તે સામાન્ય રીતે વૃદ્ધત્વની પ્રથમ નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વાળને સફેદ થતા અટકાવવા માટે હેલ્ધી ડાયટનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આજે અમે તમને આ લેખમાં એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીશું જેને અપનાવીને તમે તમારા વાળને ઉંમર પહેલા સફેદ થતા અટકાવી શકો છો.
ત્રિફળા પાવડર : ત્રિફળા નવા કોષો બનાવે છે. ત્રિફળા પાવડર વાળ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે વાળને સફેદ થતા અટકાવે છે અને ક્ષતિગ્રસ્ત વાળને પણ રિપેર કરે છે. તેના માટે પાણીમાં ત્રિફળા પાવડર અને આમળા પાવડર મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો.
આમળા અને લીંબુ: આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આમળા ત્વચાના મૃત કોષોને પુનર્જીવિત કરે છે, જેનાથી વાળ તૂટવા, ખરવા, વાળને નુકસાન અને વાળ સફેદ થવા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આમળાનો ઉપાય કરવા માટે સૂકા આમળાના પાઉડરમાં લીંબુનો રસ ભેળવીને રોજ સવારે પીવો. આ ઉપાય થોડા દિવસ કરવાથી તમને વાળમાં ફર્ક જોવા મળશે.
ભૃંગરાજ તેલ : આ એક આયુર્વેદિક ઉપચાર છે, જેને અપનાવવાથી તમને વાળની કોઈ પણ સમસ્યા થશે નહીં. આ તેલ વાળને સફેદ થતા અટકાવવાનો શ્રેષ્ઠ દેશી ઉપાય છે. આ ઉપાય માટે એક ચમચી ભૃંગરાજ તેલ અને એક ચમચી આમળાનું તેલ મિક્સ કરીને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાવો.
ડુંગળી : વાળના અકાળે સફેદ થતા અટકાવવા માટે આ એક ઘરેલું અને અસરકારક ઉપચાર છે. દરરોજ રાત્રે તમારા વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવો અને આખી રાત રહેવા દો. તેનાથી ન માત્ર વાળની સમસ્યાથી છુટકારો મળશે પરંતુ તે વાળનો ગ્રોથ પણ વધશે.
મીઠા લીમડાના પાન: દરરોજ એક ગ્લાસમાં મીઠા લીમડાના પાનને ઉકાળો અને જ્યારે પાણી અડધુ થઈ જાય, પછી તેને થોડી વાર ઠંડું થવા મૂકીને પીવો. જયારે પાણી ઠંડુ થાય ત્યારે તે પાણી પી જાણો.
નાની ઉંમરે સફેદ વાળ થઇ ગયા હોય તો એક એક ચમચી આ બે વસ્તુને મિક્સ કરી રાત્રે માથામાં લગાવી સુઈ જાઓ સફેદ વાળની સમસ્યાથી મળી જશે છુટકાળો.