આજના સમયમાં મોટાભગના લોકો વજન વધારે હોવાના કારણે ખૂબ જ પરેશાન હોય છે, પેટની ચરબી અને સાથરની ચરબીને દૂર કરવા માટેનો એક દેશી ઘરેલુ ઉપચાર જણાવીશું જેની મદદથી ચરબીને દૂર કરી વજનને ઓછું કરશે.

બેઠાળુ જીવન અને રોજિંદી બદલાતી જીવન શૈલીમાં આ વજન વધવાની સમસ્યા થઈ શકે છે. ચરબી વધારે તો કમરના ભાગમાં અને સાથરના ભાગમાં સૌથી વધારે જોવા મળતી હોય છે, પરિણામે ફાંદ બહાર આવે છે.

શરીરમાં વજન માં વધારો થાય છે ત્યારે ચાલવા, બેસવામાં, ઉઠવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે. માટે આ સમસ્યાને દૂર કરવા માટે આપણે ઘરમાં રહેલ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને એક ચૂરણ પાવડર તૈયાર કરવાનો છે આ ચૂરણનું સેવન કરવાથી ચરબીને ઓછી કરી વજનને ઓછું કરશે.

ચૂરણ બનાવવાની સામગ્રી: 50 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ અળસી, 50 ગ્રામ અજમો.
ચૂરણ બનાવવાની રીત: સૌથી પહેલા એક તવીને ગેસ પર ગરમ કરવા મુકો પછી 50 ગ્રામ વરિયાળીને તવીમાં નાખી ધીમા ગેસ પર હળવી શેકી એક બાઉલમાં કાઢી લો, તેવી જ રીતે અળસી અને અજમાને વારા ફરથી શેકવાની છે. શેકાઈ જાય ત્યારે બધી વસ્તુને અલગ અલગ બાઉલમાં નાખી દો, ત્યાર પછી એક પછી એક વસ્તુને મિક્સર નાખીને બારીક પાવડર બનાવી લો,

હવે એક પેનમાં બધી વસ્તુનો બારીક પાવડર મિક્સ કરો અને બરાબર હલાવી લો, ત્યાર પછી તે ઠંડુ થઈ જાય ત્યારે એક કાચની બોટલમાં ભરી લો. આ એક ચમચી ચૂરણ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને રાતે સુવાના 30 મિનિટ પહેલા લઈ લેવાનો છે.

આ ચૂરણ પાણીનું સેવન નિયમિત કરવાથી થોડા જ દિવસમાં ચરબી ઘટી જશે. આ ચૂરણ બનાવવામાં ઉપયોગ કરવામાં આવેલ વરિયાળીમ ઘણા બધા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ, કોપર, વિટામિન-સી, ફાયબર, આયર્ન મળી આવે છે, વરિયાળી પાચન સંબધિત સમસ્યા ને દૂર કરવામાં ખુબ ઉપયોગી છે, જેથી આપણે કોઈ પણ ખોરાક ખાધો હોય તેને ઝડપથી પચાવે છે, જેથી પેટને લગતી કોઈ સમસ્યા થતી નથી જેથી ચરબી વધવાની સમસ્યા થશે નહીં. કબજિયાત થવાના કારણે ચરબી વધે ઉપરાંત અનેક બીમારીઓનું જોખમ વધી જાય છે માટે કબજિયાતને ખુબ જ ઝડપથી દૂર કરવી જોઈએ.
લોહીને શુદ્ધ કરવામાં માટે વરિયાળીનું બનાવેલ આ ચૂરણ ખુબ જ અસરકારક સાબિત થશે.

આ ચૂરણમાં ઉમેરવામાં અવેક અળસીના બીજમા ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, આ ઉપરાંત પાચન સંબધીત સમસ્યાને દૂર કરીને પેટ અને સાથરની ચરબીને ઓગાળામાં મદદ કરે છે, માટે અળસી વજનને ઓછું કરવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

અજમો પણ ડાયજેશન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે, જે ખાઘેલ ખોરાક ને ઝડપી પચાવામાં મદદ કરે છે. જેથી કબજિયાત, ગેસ, અપચા ની સમસ્યા પણ દૂર કરે છે, પેટ અને સાથરની ચરબીને ઓગાળી વજને ઓછું કરશે.

વજન ને ઓછું કરવા માટે આપણે કેટલીક વાતનું ઘ્યાન પણ રાખવું પડશે આ માટે આપણે ખોરાક ખાવામાં ઘ્યાન રાખવું જોઈએ અને ચરબી યુક્ત ખોરાક અને મેંદાવાળી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. વજને ઓછું કરવા માટે આપણે કેટલીક હલવાઈ કસરત અને સવારે અને સાંજે બને સમય 30-30 મિનિટ ચાલવું જોઈએ. જે ફેટને ધટાડવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *