શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. હવે થોડા જ દિવસોમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. આ આ ઠંડીમાં રજાઇની અંદર બેસીને, ગરમ કોફી કે ચા પીવાની અને ગરમ વસ્ત્રો પહેરવાની મજા જ કંઈકે ખાસ હોય છે.

જેમને ઠંડી ગમે છે, તેઓ આખું વર્ષ આ ઋતુની રાહ જોતા હોય છે. શિયાળાની ઋતુ પણ ખાસ હોય છે, આ દરમિયાન તમે ગરમ વસ્ત્રો પહેરીને બહારના હવામાનની મજા માણી શકો છો. તમે ઘણું ખાઈ અને પી શકો છો. આ દરમિયાન ઘણા તહેવારો પણ આવે છે, જે દરેકના ચહેરા પર સ્મિત લાવે છે.

જો કે, આ સમય દરમિયાન ઘણા લોકો ત્વચા શુષ્ક અને તિરાડ પડવાની સમસ્યાથી પરેશાન થઇ જતા હોય છે. આ સમયે પગ ઠંડા હોય છે, જયારે હોઠ સરળતાથી ફાટી જાય છે, હંમેશા ધુમ્મસ હોય છે અને સૂર્યપ્રકાશ બહુ ઓછો આવે છે. જેના કારણે હાથ-પગ અકડાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો આ ઋતુને નાપસંદ પણ કરે છે.

પગને ગરમ અને નરમ રાખો : જો તમે એવા લોકોમાંથી એક છો કે જેઓ ઈચ્છે છે કે શિયાળો વહેલામાં વહેલી તકે ખતમ થઈ જાય, તો અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ટિપ્સની મદદથી તમે પણ આ સિઝનને બીજાની જેમ પ્રેમ કરશો.

તો ચાલો જાણીએ એવી રીતો જેની મદદથી તમે આ ઠંડીની મોસમમાં તમારા પગ અને હાથને ગરમ અને નરમ રાખી શકો છો. આ માટે તમારે ગરમ મોજાં, એક ચમચી નારિયેળ તેલ અથવા ઘી, થોડી બદામ અને કોઈ વ્યક્તિની જરૂર છે જે તમારા પગની માલિશ કરી શકે.

શિયાળાના મહિનાઓમાં તમારા પગને કેવી રીતે ગરમ અને નરમ રાખવા: એક નાની કડાઈમાં એક ટેબલસ્પૂન ઘી નાખીને ગરમ કરો. ગરમ ઘીમાં 2-4 બદામ નાખીને કાળી થવા દો. આ બંને વસ્તુઓને મધ્યમ આંચ પર રાંધવા દો અને પછી તેને નાની બોટલમાં ભરી દો.

દરરોજ રાત્રે સૂતા પહેલા આ શેકેલી બદામ ઘીનું મિશ્રણ પગ પર લગાવો અને મસાજ કરો. થોડા સમય પછી ગરમ મોજાં પહેરો.
આવું બે અઠવાડિયા સુધી કરો અને ફરક જુઓ. આ તમારા પગને માત્ર ગરમ રાખશે જ નહીં પરંતુ તે નરમ અને કોમળ પણ બનશે.

આ મિશ્રણનો ઉપયોગ કરવાથી તમારી તિરાડની એડી ઠીક થઈ જશે અને નખ પણ ઝડપથી વધશે. આ સાથે આ તેલથી માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને પગ ગરમ રહે છે. જો તમારી પાસે ઘી અને બદામ ન હોય તો તમે નારિયેળના તેલને ગરમ કરીને પણ માલિશ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *