હેલો દોસ્તો, આજે અમે તમારા માટે કંઈક નવી જાણકારી લઈને આવ્યા છીએ. શું તમે જાણો છો કે નાના બાળકો નું રડવાનું કારણ શું છે. તો ચાલો જાણીએ કે બાળકો રડવા પાછળના મૂળ કારણ વિષે.
આપણે આપણી સમસ્યા એક બીજાને કહીને તેનો ઉપાય શોધી લઈએ છીએ. પણ નાના બાળકો તેમની સમસ્યા કહી નથી શકતા. માટે બાળકને જો તકલીફ પડે તો તે રડવાનું ચાલુ કરી દે છે. જો તમારું પણ બાળક રડિયા કરે છે તો તેના આ મુખ્ય પાંચ કારણો હોઈએ શકે છે.
મુખ્ય પાંચ કારણો :
ભૂખ : નાના બાળકોને રડવા પાછળનું મુખ્ય કારણ ભૂખ છે. ભૂખ લાગે છે ત્યરે નાના બાળકો રડવા લાગે છે. નાનું બાળક કહી નથી શકતું તેટલા માટે તે રડવાનું ચાલુ કરી દે છે. જો તમારૂ બાળક રડવાનું ચાલુ કરે તો તમારે તરત જ દૂધ પીવડાવવું. જેથી તે રડવાનું બંધ કરી દેશે. મોટાભાગના દરેક બાળકો ભૂખ લાગવાના કારણે રડવા લાગે છે.
થાક : નાના બાળકો ભલે તે કામ નથી કરતા તેમ છતાં તેમને થાક લાગે છે. જયારે બાળક હાથ પગ ચલાવતું હોય, રમતું હોય અને પૂરતી ઉંગ ન મળે તો બાળકો ને થાક નો અનુભવ થાય છે અને બાળક રડવા લાગે છે.
ગેસ : મોટાભાગના દરેક બાળકને પેટમાં દુખાવાના કારણે પણ બાળકો રડતા હોય છે. આ સમસ્યા દરેક બાળક સાથે સંકરાયેલી છે. બાળકને પાચન ક્રિયા ધીમી હોય છે જેથી જલ્દી પચતું નથી અને પેટ ની સમસ્યા થવા લાગે છે અને રડવા લાગે છે.
ઉંધ પુરી ના થવી : નાના બાળકોને ઊંઘવા નો સમય ફિક્સ હોય છે અને જો તે એ સમયે ના ઉંધે અને ઊંઘ પુરી થયા વગર જાગી જાય તો પણ બાળક રડવાનું શરુ કરી દે છે.
ઓડકાર લેવા માટે : જો નાના બાળકો જમ્યા પછી કે દૂધ પછી પણ રડે તો તેનો અર્થ એ થાય કે બાળકને ઓડકાર લેવો છે. ધણી વખત બાળકને ઓડકાર નથી ગમતું અને તે રડવા નું શરુ કરી દે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.