લકવો કેમ પડે છે? કેવા લોકોને પડે છે અને લકવો કયા કારણથી પડી શકે છે. તો આજે આપણે લકવો પડવાના ચાર કારણો જાણીએ.
લકવો એટલે શું ? લકવો આપણા શરીરની અંદર જે નશો છે, તે બ્લોક થવાના કારણે અથવા કોઈ કારણસર આપણા શરીરને પૂરતું લોહી મળતું હોવાથી અવયવ નિસક્રીય થઈ જાય છે અથવા કામ કરતા બંધ થઈ જાય છે અને આપણું મગજ છે તેને નિયંત્રણ કરી શકતું નથી એને લકવો કહેવામાં આવે છે. લકવો માણસને અપંગ બનાવી દે છે. લકવો ચાર કારણ થી પડી શકે છે.
૧) ટેન્શન લેવાથી : આજકાલ લોકો નોકરી ની અંદર અને ધંધા ની અંદર વધુ પડતું ટેન્શન લેતા હોય છે. જેના કારણે ટેન્શન લેવાથી આપણું મગજ ભારે ભારે થઇ જાય છે અને મગજ ભારે થઈ જવાથી એની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે તે ખૂબ જ ઝડપથી થાય છે. લોહીની ગતિ વધવાથી નસો ફાટી પણ શકે છે એટલે ઘણા લોકોને અંદરથી બ્રૈનહેમરેજ પણ થઈ શકે છે. હદય નો હુમલો પણ થઈ શકે છે. લકવો પણ પડી શકે છે.એટલે આપણે જિંદગીના વધારે બધું ટેન્શન ના લેવું જોઈએ. તો આપણે લકવાથી બચી શકીશું.
૨) ઝેરીલા પદાર્થ : આજકાલ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે બધા જ કેમિકલ યુક્ત ખોરાક છે. દાખલા તરીકે, કપાસ ની અંદર પણ ઉધઈ ના આવે કે કોઈ જીવાત ના પડે એટલા માટે કપાસ ની અંદર આપણે દવા છાટીએ છીએ. બાજરીની અંદર પણ દવા છાટીએ છીએ. જેમિશિયન જેવા પાવડર ભેળવીએ છે એટલે આ બધા જ ઝેરીલા પદાર્થો છે. તે બધા પદાર્થો આપણા શરીરની અંદર ખોરાક રૂપે ખાવાથી જાય છે અને આપણા શરીરની અંદર એક જગ્યાએ આવા બધા તત્વો ભેગા થાય છે અને એ તત્વ જ્યારે નસોને બ્લોક કરે છે ત્યારે પણ આપણને લકવો પડી શકે છે તો આપણ એક કારણ પણ જવાબદાર હોઈ શકે છે.
૩) કાચાપોચા હૃદયના વાળા : ઘણા લોકોનું હૃદય પોચુ હોય છે અને કાચાપોચા હૃદયના માણસની કોઈ સારા સમાચાર એકદમ મળે અથવા કોઈ દુઃખદ સમાચાર મળે છે તો એનું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે અથવા એના કોઇ અંગ ને લકવો પડી શકે છે. કારણકે એનું બ્લડ સર્ક્યુલેશન એકદમ વધી જાય છે, એટલે બ્લડ પહોચતુ નથી એના કારણે પણ એને કોઈ અંગને લકવો પડી શકે છે. એટલે આ કાચાપોચા હૃદયના વ્યક્તિઓને પણ લકવાની અસર આ કારણે થઈ શકે છે.
૪) લોહીની ઊણપથી : જે લોકોના શરીર ની અંદર પૂરતું લોહી ના હોય અથવા ઓછું હોય તો, એના કારણે કોઇ અંગ ને પુરતું લોહી પહોચતુ નથી અને પૂરતું લોહી ના પહોંચવાને કારણે અંગ નિશ્ક્રિય થઈ જાય છે, જેના કારણે લોકોને લોહી ઓછું હોય તેવા લોકોને પણ લકવો પડી શકે છે. તો આ ચાર કારણથી લકવો આપણને થઈ શકે છે.
લકવા માટે આપણે કયા કયા ઉપાય કરવા જોઈએ?
૧) ટેન્શનવાળી જિંદગી જીવી ન જોઈએ. ૨) આપણે નિયમિત પૂરી ઊંઘ લેવી જોઈએ. ૩) વધુમાં વધુ પાણી પીવું જોઈએ. ૪) બહાર ના જે ખોરાક ખાઈએ છીએ તે ના ખાવા જોઈએ અને ઘરનું ખાવાનું જ આગ્રહ રાખવો જોઈએ. આપણી નસો બ્લોક ન થાય એ માટે નિયમિત કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ અને શરીરમાં વધુ લોહી મળે એવા તાજા શાકભાજી આહાર ની અંદર વધુ ઉપયોગ કરવો જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page” ગુજરાત ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત ફિટનેસ.