બટાકાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા થાય છે. બટાકા એવી શાકભાજી છે જે દરેક શાકભાજીમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે. પરંતુ આ બટાકા ત્વચા માટે પણ ઉપયોગી છે. બટાકામાં ફાઈબર, વિટામીન-સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે.
બટાકા ત્વચા માટે કુદરતી ક્લીનઝર તરીકે કામ કરે છે. તે ત્વચા પરની ગંદકી, નીરસતા વગેરેની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. બટાકાનો ઉપયોગ કરીને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. તો આવો જાણીએ, ત્વચા માટે બટાકાનો ઉપયોગ કઈ રીતે કરવો.
દહીં અને બટાકા : આ માટે સૌથી પહેલા બટાકાના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં પીસી લો. તેમાં એક ચમચી દહીં અને એક ચપટી હળદર ઉમેરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો, 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પ્રક્રિયા અઠવાડિયામાં એક થી બે વખત કરી શકો છો.
ચોખા અને બટાકા : આ ફેસપેક બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને પીસી લો. તેમાં છીણેલા બટાકાને મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં દહીં પણ ઉમેરી શકો છો. હવે તેને ચહેરા પર લગાવો. 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે.
એલોવેરા અને બટાકા : એલોવેરા ચહેરાની ઊંડી સફાઈ અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. આ માટે એક ચમચી એલોવેરા જેલ લો, તેમાં છીણેલા બટાકા મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો, 10 થી 15 મિનિટ પછી ધોઈ લો. તમે આ પ્રક્રિયા નિયમિત રીતે કરી શકો છો. થોડા દિવસોમાં ત્વચામાં તફાવત દેખાશે.
મુલતાની માટી અને બટેકા : આ ફેસ પેક તૈયાર કરવા માટે એક ચમચી મુલતાની માટીમાં બટાકાનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
ઇંડા અને બટાકા : આ ફેસપેક બનાવવા માટે બટાકાને છીણી લો, હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો, અને 10 થી 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચામાં ગ્લો આવે છે.