મોટાભાગે દરેક લોકો તહેવારમાં ખજૂરનું સેવન કરે છે. ખજૂર ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ સારી માનવામાં આવે છે. ખજૂર ખાવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. તેમાં મિનરલ્સ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને એમિનો એસિડનું પ્રમાણ વધુ હોય છે.
જો ખજૂર દૂધ સાથે લેવામાં આવે તો એનિમિયા જેવી ગંભીર બીમારી દૂર થાય છે. કબજિયાત અને પેટમાં ગેસ જેવી ફરિયાદો માટે પણ ખજૂર ખુબજ ફાયદાકારક હોવાનું કહેવાય છે. ડાયાબિટીસના દર્દીઓ પણ આ ખજૂરનું સેવન કરી શકે છે. તો આવો જાણીએ તેના ફાયદા વિષે.
કબજિયાતમાં રાહત : ખજૂરનું સેવન કરવાથી પેટમાં કબજિયાત અને ગેસની સમસ્યાને દૂર કરવામાં પણ ઘણા ફાયદા થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સવારે અને સાંજે ગરમ પાણી સાથે ખજૂરનું સેવન કરી શકો છો. તે કબજિયાત દૂર કરવાની સાથે જ પાચનમાં પણ મદદ કરશે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે: ખજૂરમાં ફાઇબર સારી માત્રામાં ગોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરવાનું કામ કરે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધારે રહે છે તેવા લોકોએ રોજ ડાયટમાં ખજૂર સામેલ કરવી જોઇએ.
લોહીની ઉણપમાં ખજૂરનું સેવન : જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારે ખજૂરનું સેવન કરવું જ જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે એનિમિયાની સમસ્યામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયર્નની ઉણપને કારણે શરીરમાં નબળાઈ અને થાક અનુભવાય છે, જેના માટે ખજૂરનું સેવન ફાયદાકારક છે અને તે લોહીને સાફ કરવામાં પણ મદદરૂપ છે.
ત્વચા માટે ખજૂર : સ્વાસ્થ્યની સાથે સાથે ખજૂરનું સેવન આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વસ્થ ત્વચા મેળવવા માટે, તમારા આહારમાં ખજૂરનો ચોક્કસપણે સમાવેશ કરો, કારણ કે તેમાં સેલેનિયમ અને વિટામિન A હોય છે, જે ત્વચાને સોરાયસિસથી બચાવવામાં અસરકારક માનવામાં આવે છે.
હાડકાની મજબૂતી માટે : ખજૂરમાં રહેલા તત્વોને કારણે તે હાડકાંને મજબૂત બનાવવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. ખજૂરમાં સેલેનિયમ, કોપર, મેંગેનીઝ અને કેલ્શિયમ વધુ માત્રામાં જોવા મળે છે, જેના કારણે હાડકાની નબળાઈને દૂર કરી શકાય છે.
ખજૂરમાં ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ અને સુક્રોઝ હોય છે, જે આપણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવામાં મદદ કરે છે. આ સાથે ઈન્ફેક્શનથી બચવા માટે ખજૂરનું સેવન પણ કરી શકાય છે. ખજૂરમાં કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ અને પ્રોટીન મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ પણ હોય છે, જે ઈન્ફેક્શનથી બચવા અને મોંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ હોવાનું કહેવાય છે.
ખજુર ખાવાની સાચી રીત : તમને જણાવીએ કે ખજુર ની તાસીર ગરમ છે તેથી ઋતુ પ્રમાણે તેનું સેવન કરવાની રીત બદલી જાય છે. ઉનાળા મા રાતે પલાડેલ ખજુર નું સવારે સેવન કરવું વધુ ફાયદાકારક છે, શિયાળામાં તેનું સીધું સેવન કરી શકો છો જો ઈચ્છો તો ઘી મા સેકી તેનું સેવન કરી શકો છો.